ગુજરાત એલર્ટ | વલસાડ
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત હાલ રાજ્યમાં દરેક જગ્યાએ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે વલસાડ એસટી ડેપો ખાતે સફાઈ અભિયાન સાથે ડ્રાઈવર, કંડકટર તેમજ મુસાફર સલામતીની જાગરૂકતા માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

વલસાડ ડેપો ખાતે RTO ઇન્સ્પેક્ટર એ. ડી. ચૌધરી તેમેજ ડેપો મેનેજર અનિલભાઈ અટારા દ્વારા ડ્રાઈવર કંડકટર તેમજ મેકેનિક કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

જેમાં મુખ્યત્વે અકસ્માત નિવારવા વિસ્તૃત માહિતી આપી હતી. હાજર ડેપો સ્ટાફ, સ્ટેન્ડ ઈનચાર્જ કે સી પટેલ, અશોકભાઈ પટેલ અને પ્રવિણભાઇ રાઠોડ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
