એવું તો શું બન્યું કે એક જ ફોને વલસાડના ડૉકટરો અતુલની કોવિડ સ્મશાનભૂમિ પર દોડી ગયા?

વલસાડ
સ્મશાન એટલે અટલ શાંતિ અને અંતિમ સત્ય. ત્યાં બેસવાનું કે ઊભા રહેવાનું ભાગ્યે જ કોઇને પસંદ પડ્યું હશે. પણ થયું એવુ કે 17 વર્ષ જેટલી લાંબી દેશની સરહદોની રક્ષા થકી દેશસેવા અને હવે એટલી જ તીવ્રતાથી લોકસેવા કરતા તરવરિયા માજી સૈનિક મુકેશભાઈનો આઈએમએ, વલસાડના પ્રમુખ ડો. નિરવ પટેલ પર ફોન આવ્યો અને જણાવ્યું કે વલસાડ જિલ્લાના કૉરોના અસરગ્રસ્ત મૃતકોને ખુલ્લામાં સળગાવવા પડે છે. અને વરસાદમાં મૃતકોના શરીરની અંતિમ વિધિઓ કરવામાં અત્યાર સુધીમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવા પડી રહ્યો છે. તો એક સ્મશાન બનાવવામાં આપણાથી બનતો પ્રયાસ કર્યે તો ચાલે ને? ડોકટરે કીધુ ચાલે ની દોડે! એટલે તેમણે ખાસ મિત્ર મયુરને કીધું કે ચાલ ભાઈ પતરાનો મેળ પાડી આપ અને એક જ દિવસમાં મેળ પાડીને સીધા અતુલ ખાતે કોરોનાની સ્મશાનભૂમિમાં પહોંચાડી દીધા. વલસાડનાં INDIAN MEDICAL ASSOCIATION Group માં તેમણે પ્રસ્તાવ મૂકવાની સાથે ૩ જ મિનિટમાં જરૂરી રકમની વ્યવસ્થા થઈ ગઈ અને કુલ ૧૩ જેટલા ડોક્ટરોએ અંગત રીતે સહાયરૂપ થવાની તૈયારીઓ બતાવી પરંતુ સહાય કરનારાઓના ઉમળકા સામે રકમ ખૂબ નાની હોય બાકીના ઓને સહર્ષ ના પાડવી પડી અને માત્ર ૩ જ ડોક્ટરો જેમાં ૧ વલસાડ શહેરના જાણીતા અને માનીતા તબીબ ડો. જયેશભાઇ શાહ કે જેની લેખનશૈલી નાં અનેક લોકો ફોલોઅર્સ છે. એમનો ૧ જ મિનિટમાં સહકાર પ્રાપ્ત થયેલ અને બાકીના ૨ તબીબોએ નામ ન જાહેર કરવાની શરતે મદદ કરેલ.
અને ગઈકાલે સાંજના સુમારે ડો. નિરવ પટેલ, ડો.જયેશભાઇ શાહ, ડૉ. નિશિથ પટેલ, ઇજનેર મયુર પટેલ,એમની પત્ની નેહલ પટેલ, મુકેશભાઈ, ચીખલી સરકારી વકીલ યોગેશભાઇ પટેલ, જયેશભાઇ, કિર્તીભાઇ, રાજુભાઈ સહિતનાઓએ અતુલ સ્મશાનભૂમિમાં જઈને ૫ ચિતાઓને રક્ષણ આપી શકે એટલા પતરાઓની સખાવત કરી આપી. અને ત્યાંના સેવાભાવી સંચાલક રમણભાઈ પટેલ કે જેમણે કોરોનાંની બીજી લહેર દરમ્યાન કુલ ૬૨૮ મૃતદેહોની અંતિમ ક્રિયાઓ કરી તેમની સાથે લાંબી ચર્ચા વિચારણાઓ કરીને તેમને પડેલી અગવડતા, જેમાં શરૂઆતમાં વિવિધ ગ્રામજનોનો વિવિધ જગ્યાએ પ્રચંડ વિરોધનો કેવી રીતે સામનો કરવો પડેલો વગેરેથી લઈને ઘણીવાર સગાઓ પણ પોતાના મૃત સ્વજનોને ખભો આપવા તૈયાર ન હોય ત્યારે ૪૮ કલાક એકલા હાથે પણ અંતિમ ક્રિયાઓ પૂર્ણ કરેલ સુધીની અનેક રસપ્રદ અને દુઃખદ વાતો તબીબોને જાણવા મળી કે મૃતકોને શરીરને અંતિમ વિદાય પણ આટલી તકલીફોથી મળે એ જાણીને મન ખિન્ન થઇ ગયું હતું. ત્યારબાદ પોતપોતાના વ્યસ્ત કાર્યક્રમો અને હોસ્પિટલની જવાબદારીને લીધે સમયની પાબંદી હોય સૌ પોતપોતાના ઠેકાણે જવા રવાના થયા પણ સૌનાં મનમાં એક અવિસ્મરણીય છાપ રહી ગઈ હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!