ચૂંટણી સંબંધી ફરિયાદોના ઝડપી અને અસરકારક નિયંત્રણ માટે ગાંધીનગર સચિવાલય ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત

ગુજરાત એલર્ટ । વલસાડ
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી– ૨૦૨૪ ન્યાયિક અને પારદર્શક રીતે યોજાય અને ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચૂસ્તપણે પાલન થાય અને તેની દેખરેખ તેમજ મળતી ફરિયાદોના ઝડપથી અને અસરકારક નિયંત્રણ થાય તે હેતુથી તા.૧૬-૦૩-૨૦૨૪ થી સામાન્ય વહીવટ વિભાગ, ચૂંટણી પ્રભાગ, બ્લોક નં-૬, બીજો માળ, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર ખાતે નિયંત્રણ કક્ષ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં – ૦૭૯-૨૩૨-૫૭૭૯૧ અને ફોન/ફેક્સ નં – ૦૭૯-૨૩૨-૫૭૭૯૨ ઉપર ફરિયાદ નોંધાવી શકાશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!