વલસાડનો ચકચારી વૈશાલી બલસારા કેસ: બબીતાએ રૂ. 25 લાખ ન આપવાં પડે તે માટે રૂ. 8 લાખમાં 3 કોન્ટ્રાક્ટ કિલરને સોપારી આપી હતી.

વલસાડ
વલસાડનાં ચકચારી વૈશાલી બલસારા કેસમાં વલસાડ જિલ્લા પોલીસે સખત મહેનત કરી હત્યાનો ભેદ ઉકેલી કાઢયો છે. બબીતાએ વૈશાલી પાસે ઉછીના લીધેલાં રૂ. 25 લાખ ન આપવાં પડે તે માટે રૂ. 8 લાખમાં 3 3 કોન્ટ્રાક્ટ કિલરને સોપારી આપી હતી. હાલ બબીતા 8 માસનો ગર્ભ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગઇ તા.૨૮/૦૮/૨૦૨૨ ના રોજ પારડી પારનદીના કાંઠે પડતર જગ્યામાં મારૂતી બલેનો કાર નં. GJ 15 CG 4226 માં આ કામે મરણ ગયેલ વલસાડના સિંગર વૈશાલી બલસારાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ હતો. અને કારમાંથી કારની ચાવી તથા મરણ જનારનો મોબાઇલ ફોન મળી આવલ ન હતા. જે બાબતે ત્વરીત અ.મોત દાખલ કરી સ્થળ પર એફ.એસ.એલ.ની ટીમ બોલાવી આગળની તપાસ હાથ ધરેલ. ત્યારબાદ મૃતકનું ફોરેન્સીક પી.એમ. સુરત સીવીલ હોસ્પીટલ ખાતે કરાવતાં તેઓની ગળું દબાવી હત્યા થયાનું ફલીત થતાં IPC – ૩૦૨ મુજબનો ગુનો દાખલ કરી તપાસ ધરવામાં આવેલ.
આ વણશોધાયેલ ગુનો ઉકેલવા જીલ્લા પોલીસ વડા દ્વારા જુદી જુદી ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ, CCTV ફુટેજ, સાક્ષીઓની પુછપરછ કરી આ ગુનો શોધી કાઢવામાં આવેલ છે. જેમાં આ મૃતક મહીલા સાથે બનાવ વખતે છેલ્લે જોવા મળેલ તેણીના મહિલા મિત્ર આ ગુનાના મુખ્ય સુત્રધાર બબીતા જીજ્ઞેશ કૌશિક (રહે.મૂળ, મથુરા, યુપી., હાલ રહે. ક્રિષ્નાવેલી સોસાયટી, વશિયર, વલસાડ) પાસે મૃતક વૈશાલી બલસારાએ કુલ ૨૫ લાખ રૂપિયા જેટલી માતબર રકમ લેવાની હતી. જેની તેઓ કડક ઉઘરાણી કરી રહેલ હોય આ પૈસા વૈશાલીને પરત ન આપવા પડે એટલે બબીતાએ અન્ય રાજયના કોન્ટ્રાકટ કિલરનો સંપર્ક કરી રૂપિયા ૮ લાખમાં વૈશાલી બલસારાને મારી નાખવાની સોપારી આપેલ અને કોન્ટ્રાકટ કિલર મારફતે વૈશાલીની હત્યા કરાવેલ હોવાની કબુલાત કરેલ છે. બનાવના દિવસે આ બબીતાએ પૈસા આપવા વૈશાલીને વશીયર ખાતે આવેલ ડાયમંડ ફેક્ટરી પાસે સાંજના સુમારે બોલાવેલ અને પોતાની હાજરી છુપાવવા જગ્યાથી એકાદ કિલોમીટર દુર પોતાનું મોપેડ બાઇક ઉભું રાખી રીક્ષામાં ડાયમંડ ફેક્ટરી પાસે વૈશાલી બલસારાને પૈસા લેવા આવવા જણાવી પહેલેથી જ આ જગ્યા પર વૈશાલીને મારી નાખવા માણસોને બોલાવી રાખેલ. ત્યારબાદ વૈશાલીને વિશ્વાસમાં લઇ વૈશાલીની ગાડીમાં ખુન કરવા આવેલ માણસોને યુક્તિપૂર્વક બેસાડી આ બબીતા વૈશાલીની ગાડીમાંથી ઝડપભેર ઉતરી ચાલી નીકળેલ, આ પ્રકારના સંદિગ્ધ ફુટેજ આધારે પોલીસ દ્વારા બબીતાની બનાવના સમગ્ર દિવસની અને બનાવબાદની ગતિવિધી ઉપર બારીકાઇથી તપાસ કરતાં બબીતાની સંડોવણી આ ખુનમાં હોવાનું દ્રઢ થયેલ પરંતુ બબીતા હાલ નવમા માસની ગર્ભાવસ્થા ધરાવતા હોય તેઓની શારિરીક તેમજ માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સંવેદનશીલતા અને માનવતાપૂર્વક યુક્તિ પ્રયુક્તિપૂર્વક પુછપરછ કરવામાં આવેલ હતી. આ પુછપરછ દરમ્યાન હત્યાના બનાવમાં બબીતાનું વર્તન શંકાસ્પદ જણાય આવેલ હોય જેથી શકદાર વ્યકિતઓના સ્કેચ બનાવી બબીતાને બતાવવામાં આવેલ હતા. અને સ્ક્રેચ મુજબનો ફોટો બબીતાને બતાવતા બનાવ વખતે હાજર હોવાનું બબીતાએ જણાવેલ હતુ . જેથી બબીતાએ વ્યકિતને ખોટી રીતે ઓળખી બતાવી પોલીસને ગેરમાર્ગે દોરતા આ ગુનામાં બબીતાની સંડોવણી ચોક્કસપણે હોવાનું પુરવાર થયેલ હતુ. તથા બબીતાની બનાવના દિવસની અવર જવર અંગે તપાસ કરતા તેની બનાવની આજુબાજુના સ્થળ ઉપર હાજરી હોવાનુ જાણવા મળેલ હતું . આમ આ ગુન્હામાં બબીતા સંડોવાયેલ હોવાનું પ્રથમિક રીતે જણાયેલ જેથી વલસાડ પોલીસે સંવેદનશીલ અને માનવીય અભિગમથી મહીલા મેડીકલ ઓફીસર તથા મહીલા પોલીસ અધિકારીની હાજરીમાં આ સમગ્ર બનાવની શરૂઆતથી લઇ અંજામ સુધીની ઘટના બાબતે બબીતા દ્વારા પોલીસને જે પણ વિસંગતતાભરી માહિતી આપવામાં આવેલ તે અંગે વિગતવાર પુછપરછ કરતાં બબીતા પોલીસ સમક્ષ ભાંગી પડેલ અને મૃતક મહિલા વૈશાલી બલસારાએ પોતાને રૂપિયા ૨૫ લાખ આપેલ જે માતબર રકમ પરત આપવા બબીતા ઉપર ઉઘરાણી સારું દબાણ કરતા બબીતાએ રૂપિયા ૮ લાખમાં વેશાલીને મારી નાખવા સોપરી આપેલાનું કબુલાત કરતા વલસાડ જીલ્લા પોલીસને આ ખુનના ગુનાનો ભેદ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
બબીતા હાલમાં ડી માર્ટની બાજુમાં કપડાંની દુકાન ચલાવે છે. એમના પતિ જીજ્ઞેશ કૌશિક અમદાવાદમાં ગ્લાસ ફાઈબરનો બિઝનેસ ચલાવે છે. બબીતા ના પતિ અને વૈશાલીના પતિ બંનેની પૈસાની લેવડદેવડથી તદ્દન અજાણ હતા.
આ કામગીરી કરવામાં ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.એન.પટેલ વલસાડ વિભાગ વલસાડ, પોલીસ ઇન્સ્પેકટર વી.બી.બારડ, પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. તથા સ્ટાફના કર્મચારીઓ જે.એન.ગોસ્વામી પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા સ્ટાફના કર્મચારીઓ, એમ.પી.પટેલ પોલીસ ઇન્સ્પેકટર પારડી પો.સ્ટે.ના તથા સ્ટાફના કર્મચારીઓ, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર વલસાડ સીટીના કર્મચારીઓએ મહેનત કરી હતી.

ગર્ભવતી બબીતાને દુઃખાવો થાય તો હોસ્પિટલમાં લઇ જવાશે.

ગર્ભવતી મહિલાને જેલમાં રાખવી પડે તેવો કિસ્સો ભાગ્યે જ આવે છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મહિલાને દેખરેખ હેઠળ એમનાં પતિની હાજરીમાં રાખવામાં આવશે. અન્ય આરોપીઓની શોધખોળ કરવાની હોઈ રિમાન્ડ પણ મેળવવામાં આવશે. જો એમને પેટનો દુખાવો ઉપડે તો મહિલા પોલીસ દ્વારા હોસ્પિટલમાં લઇ જવામાં આવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!