ધરમપુરમાં ઝડપાયુ ડુપ્લીકેટ નોટનું કૌભાંડ: મહારાષ્ટ્રમાં નોટ છાપી ગુજરાતમાં ઘુસાડવાનો ચાલતો હતો કારોબાર

વલસાડ
મહારાષ્ટ્રને અડીને આવેલા ધરમપુરથી વલસાડ પોલીસે ડુપ્લીકેટ નોટનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. મહારાષ્ટ્રમાં ડુપ્લીકેટ નોટ છાપી ધરમપુરમાં ફરતી કરાવવાંના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કરી ધરમપુરના એક વેપારી સહિત ૪ ની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ૩ જણા હાલ વોન્ટેડ છે.
સુરત રેન્જના અધિક પોલીસ મહાનિર્દેશક એસ.પી. રાજકુમાર અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલાની સુચના મુજબ તા .૧૧ / ૦૬ / ૨૦૨૧ ના રોજ વલસાડ જિલ્લા એસઓજી પોલીસ ઈન્સ્પેકટર વી.બી.બારડ અને જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર જે.એન.ગોસ્વામીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા એસ.ઓ.જી. / એલ.સી.બી.ના પોલીસ સબ ઈન્સ્પેકટર કે.જે.રાઠોડ , પોલીસ સબ ઈન્સ્પેકટર સી.એચ પનારા , પોલીસ સબ ઈન્સ્પેકટર એલ.જી.રાઠોડ , પોલીસ સબ ઈન્સ્પેકટર કે.એમ બેરીયા પોલીસ સ્ટાફના માણસોના જોઇન્ટ ઓપરેશન દરમ્યાન એસ ઓ.જી.ના હે.કો.સયદ વાઢુને મળેલ બાતમી આધારે મોજે ધરમપુર, સમડી ચોક સામે આવેલ જુની કેરી માર્કેટવાળા કમ્પાઉન્ડમાં ધરમપુર ખાતેથી આરોપી ઝીપરૂભાઇ સંતાભાઇ પાસે રૂ. ૫૦૦ ના દરની ભારતીય બનાવટની ખોટી ચલણી નોટો નંગ -૬૦ સાથે પકડી પાડવામાં આવ્યો હતો જેની સામે ધરમપુર પો.સ્ટે . ખાતે તા .૧૨ / ૦૬ / ૨૦૨૧ ના રોજ ઇ.પી.કો. કલમ ૪૮૯ ( ખ ) ( ગ ) , ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. અને આ ગુન્હાની તપાસ દરમ્યાન બીજા ત્રણને ધરમપુર ખાતેથી પકડી પાડી તેઓ પાસેથી બનાવટી નોટો નંગ -૮૮ મળી કુલ ચાર વ્યક્તિઓ પાસેથી ભારતીય બનાવટની ખોટી ચલણી નોટો નંગ ૧૪૮ કબજે કરાઈ હતી. આ ગુન્હાના કામે પકડાયેલ વ્યક્તિઓના કબજામાંથી મળી આવેલ બનાવટી ચલણી નોટો ફોરેન્સીક સાયન્ટીફિક ઓફિસર અને બેન્કના ઓથોરાઈઝડ અધિકારી મારફતે તપાસણી અને ખરાઈ કરાવતા પ્રાથમિક દ્રષ્ટીએ તમામ નોટો બનાવટી હોવાનું જણાય આવેલ તેમજ કબજે કરેલ નોટો પૈકી ઘણી નોટ એક જ સીરીઝ વાળી હોવાનું જણાય આવ્યું હતું. આજદીન સુધીની તપાસમાં પકડાયેલ આરોપીની પૂછપરછ દરમ્યાન આ આરોપીઓએ અન્ય ઇસમોને પણ આ પ્રકારની બનાવટી નોટો આપેલ હોવાનું જણાય આવ્યું હતું.
પોલીસે આ કેસમાં ઝીપરુંભાઇ સંતાભાઇ ભોયા, રહે. મામાભાયા ગામ, તા.ધરમપુર, જી.વલસાડએ સહ આરોપીઓ પાસેથી આ બનાવટી ચલણી નોટો મેળવી પોતે રીક્ષા ચલાવતો હોય ધરમપુર વિસ્તારમાં છુટક વટાવવાનો હતો. જ્યારે પરસે ઉર્ફ પરશુભાઇ મલાભાઇ પવાર, રહે. મુરદડ ગામ, તા.ધરમપુર જી.વલસાડનો નોટો છુટક વટાવવા માટે અન્ય આરોપી પાસેથી જરૂરીયાત મુજબની મેળવી આપતો હતો. ચિતુભાઇ ઝીપરભાઇ ભુજડ, રહે. ગડીગામ, તા.ધરમપુર જી.વલસાડ પરસે પવારનો કુટુબીક સાળો હોય જેથી આ પરસે પવારના કહેવા મુજબ તેની પાસેથી નોટો અન્ય સહ આરોપીઓને અપાવતો હતો. પાર્થ નિલેષભાઇ શાહ, રહે. ભૂમી બંગલોઝ , જકાતનાકા પાસે , ધરમપુર તા.ધરમપુર જી.વલસાડ ધરમપુરમાં દુકાન ચલાવતો હોય, તેણે આ નોટો વટાવવા માટે સહ આરોપીઓ પાસેથી મેળવી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી ભારતીય બનાવટની રૂ. ૫૦૦ ના દરની ખોટી ચલણીનોટ નંગ- ૧૪૮, પીયાગો રીક્ષા નંબર GJ – 15 – AU – 6746, કિ રૂ 90 000, મોબાઇલ ફોન નંગ -૪ કિમત રૂ. ૬૫૦૦, આધારકાર્ડ , લાઈટ બીલ, પાસપોર્ટ સાઈઝના ફોટા તથા રીક્ષા રીપેરીંગનું બીલ, ડ્રાયવીંગ લાયસન્સની નકલ મળી કુલ રૂ. ૭૬,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

કેવી મોડસ ઓપરેન્ડી અજમાવતા હતા આ ભેજાબાજો?

આરોપીઓ રૂ. ૫૦૦ ની નકલી ચલણી નોટો ધરમપુર વિસ્તારમાં તથા મહારાષ્ટ્ર રાજયના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં સરક્યુલેટ કરી પોતાનો આર્થિક ફાયદો મેળવતા હતા. કોઈને શંકા ન જાય તે માટે ખરી નોટોના બંડલમાં અમુક ખોટી નોટો મુકી આ નોટો બજારમાં સરક્યુલેશનમાં મુકી દેતા હતા.

હજુ ધરમપુરમાં ૧૩૨ નકલી નોટ ફરે છે.

વલસાડ ડીએસપી ઓફિસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ડીએસપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે પોલીસે આ ભેજાબાજોએ ફરતી કરેલી 148 ડુપ્લીકેટ નોટો કબજે કરી છે. પરંતુ રૂપિયા ૫૦૦ ના દરની હજુ ૧૩૨ નકલી નોટો ધરમપુર માર્કેટમાં ફરી રહી છે. જે કદાચ હવે વલસાડ જિલ્લાના ઘણા વિસ્તારો સુધી પણ પહોંચી ગઈ હશે. ત્યારે આ ૧૩૨ નોટો પૈકીની કોઈ નોટ આપણી પાસે ન આવી જાય તેની તકેદારી પણ દરેકે રાખવી પડશે.

મહારાષ્ટ્રના સુરગાણા જિલ્લાનો અનિલ નોટ પ્રિન્ટિંગ કરતો હતો

પોલીસના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના સુરગાણા જિલ્લામાં સુહી ગામમાં રહેતો અનિલ નામનો વ્યક્તિ ઘરે જ પ્રિન્ટર સહિતની સામગ્રીઓ રાખી રૂ. ૫૦૦ ના દરની ડુપ્લીકેટ નોટો પ્રિન્ટિંગ કરતો હતો. અસલ જેવી લાગતી આ નોટો પ્રિન્ટ કરી તે મહારાષ્ટ્રના હરિદાસ નામના વ્યક્તિને આપતો હતો. અને હરિદાસ નોટ જયસિંગને આપી જયસિંહ ઝીપરુંભાઈ મારફતે ધરમપુર સહિતના આસપાસના વિસ્તારોમાં નોટો ઘુસાડતો હતો.

સમગ્ર ઓપરેશન કોણે પાર પાડ્યું?

ડુપ્લીકેટ નોટના આ રેકેટનો પર્દાફાશ કરવામાં એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેકટર વી.બી.બારડ તથા એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેકટર જે.એન ગોસ્વામી તથા એસ.ઓ.જી. પો.સ.ઇ. કે.જે.રાઠોડ તથા પો.સ.ઈ. સી.એચ.પનારા તથા પો.સ.ઇ. કે.એમ બેરીયા તથા પો.સ.ઈ. એલ જી.રાઠોડ તથા એસ.ઓ.જી.તથા એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ. અલ્લારખુ અમીર વાની , હે.કો.સયદ બાબન વાઢું , હે.કો. જયંતીભાઇ નગીનભાઇ પટેલ , પો.કો.દિગ્વિજયસિંહ વિક્રમસિંહ , પો.કો કુલદિપસિંહ ધર્મેન્દ્રસિંહ , પો.કો કેતન ઇશ્વરભાઇ , પો.કો.કરમણભાઇ દેસાઈ , પો.કો. આશીષ કુવાડીયા સામેલ હતા. તેમણે મહારાષ્ટ્રના ગામડાઓમાં પહોંચી સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!