હોસ્પિટલમાં કોરોના દર્દી ને મળવા આવી ને સાયકલ ચોરી કરતો ચોર ઝડપાયો

સેલવાસ

સેલવાસ વિનોબાભાવે હોસ્પિટલમાં કોરોના દર્દી ને મલવા આવી ને હોસ્પિટલના બહાર પાર્ક કરેલી સાયકલ ચોરી લઈ જતો અને ગામમાં કહેતો કે કોરોના ની દવાના પૈસા નથી કહીને સાયકલ વેચતો ચોર સેલવાસ પોલીસે ઝડપી પાડ્યો ૧૮ સાયકલ સાથે
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સેલવાસ વિનોબાભાવે હોસ્પિટલના બહારથી સાયકલો છેલ્લા ઘણા માસથી ચોરાતી હતી જેની ફરિયાદ સેલવાસ પોલીસ મથકે પણ કેટલાક લોકોએ નોંધાવી હતી અને આ ચોર સેલવાસ પોલીસે ચેલેજ કરી રહ્યો હોય એ રીતના સાયકલ ચોરી કરતો હતો પોલીસ પણ ચોર પકડવાનો ઘણા પ્રયાસ કર્યા હતા પણ ચોર પકડાતો ન હતો દરમિયાન સેલવાસ પોલીસને બાતમી મળેલ કે યુવક ગામમાં સ્વજનો કોવિડમાં બીમાર હોય ટ્રીટમેન્ટ માટે પેસા ના હોવાથી પોતાની સાઈકલ વેચી રહ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી સેલવાસ પોલીસ ઘટનાસ્થળે પહોંચી જઈ ને શંકાસ્પદ યુવકની ધરપકડ કરી હતી પોલીસે યુવકની વધુ પૂછપરછ કરતાં પોતાનું નામ સંદીપ ગુપ્તા જણાવ્યું હતુ એમની પાસેથી 18 જેટલી સાઈકલો મળી આવી હતી અને આ સાયકલ વિનોબાભાવે હોસ્પિટલમા દર્દીઓને મલવા જતો અને બહાર પાર્ક કરેલી સાયકલ ચોરી કરીને આવ્યા કરતો હતો સંદીપે બેરોજગારથી કટાડી સાયકલ ચોરી કરવાનું ચાલુ કર્યું હતું
સાઈકલ ચોરીની મોટાભાગે લોકો ફરિયાદ નથી નોંધાવતા અને સાઈકલ સેકન્ડ હેન્ડ સાઈકલો વહેંચવામાં પણ સરળતા રહે છે. સાઈકલનું કોઈ બિલ કે કાગળો માંગતા ન હોવાથી સરળતાથી સાઈકલ વહેંચાઈ જતી રહે છે. જે અંગે સંદીપ ની ધરપકડ કરીને સાયકલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!