હવે વોન્ટેડ આરોપીઓએ ભાગવું થશે મુશ્કેલ: ગુનેગારોને પકડવા મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશના 6 જિલ્લાઓનાં પોલીસવડાઓની વાપીમાં થઈ કોન્ફરન્સ

ગુજરાત એલર્ટ । વાપી
દેશના માનનીય પીએમ દ્વારા ભારતના વિવિધ રાજ્યના ડીજીપી ઓની યોજવામાં આવેલ કોન્ફરન્સમાં પડોશી રાજ્યના બોર્ડરના પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત અભ્યાસ કરી કામગીરી કરવાનું સૂચન કરવામાં આવેલ હતું. જે અનુસંધાને ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય તથા સુરત રેન્જના આઇજીપી વાબાંગ ઝમીર સૂચના અને માર્ગદર્શનથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા ની અધ્યક્ષતામાં પડોશી રાજ્યોની પોલીસ સાથે સંયુક્ત કામગીરી અંગેના અભ્યાસ માટે કોન્ફરન્સનું આયોજન આજરોજ તારીખ-૨૭/૧૨/૨૦૨૩ ના રોજ વાપી ખાતે કરવામાં આવેલ હતું. આ અભ્યાસમાં પાલઘર, નાસિક, દમણ, સેલવાસ, વલસાડ અને ડાંગ એમ કુલ ૬ જિલ્લાના બોર્ડર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહેલા હતા.

આ કોન્ફરન્સમાં રાજ્યોની બોર્ડર ઉપર આવેલ પોલીસ સ્ટેશનો વચ્ચે એકબીજા સાથે સહકારથી કામગીરી કરવામાં આવે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. તેમજ અન્ય રાજ્યના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવેલ હતો. તેમજ સંયુક્ત નકાબંધી, સંયુક્ત કોમ્બિંગ ઓપરેશન, સંયુક્ત કોસ્ટલ લેન્ડીંગ પોઇન્ટ ચેક કરવાની કામગીરી તેમજ ગૌ તસ્કરી, દારૂની ગેરકાયદેસર હેરાફેરી, ગુટકાની ગેરકાયદેસર હેરાફેરી, ડ્રગ્સની ગેરકાયદેસર હેરાફેરી વગેરે ગેરકાયદેસર પ્રવૃતિઓને અટકાવવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધરવા આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં પોલીસ અધિકારીઓ ઉપરાંત વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો હાજર રહેલા હતા. તેઓએ ઇન્ડસ્ટ્રીને લગતા પડોશી રાજ્યો સાથેના પ્રશ્નોની રજૂઆત કરેલી. જે રજૂઆત અનુસંધાને જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવેલી. આ કોન્ફરન્સમાં વલસાડ જિલ્લાના લોકસભા ચૂંટણીના નોડલ અધિકારી ઉમેશ શાહ હાજર રહી લોકસભા ચૂંટણી અનુસંધાને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ કોન્ફરન્સમાં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા દ્વારા જરૂરી માર્ગદર્શન આપી પડોશી રાજ્યો સાથે બોર્ડરના પોલીસ સ્ટેશન એક ટીમ તરીકે કામગીરી કરવા આહવાન કરવામાં આવેલ હતું. પોલીસ અધિક્ષક વલસાડ દ્વારા બોર્ડરના જિલ્લાઓનું એક વોટ્સેપ ગ્રુપ બનાવી આ ગ્રુપમાં બોર્ડરના જિલ્લાઓમાં બનતા સિરિયસ ગુનાઓની હકીકત એકબીજા સાથે શેર કરવા જરૂરી માર્ગદર્શન આપેલું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!