વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ સ્નેહીલ દેસાઈને અભિનંદન

વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદે વલસાડનાં અનાવિલ યુવાન સ્નેહીલ દેસાઈની વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા દ્વારા વરણી કરવામાં આવી છે. ખૂબ જ ઉત્સાહી અને અત્યંત સક્રિય એવા સ્નેહીલ દેસાઈની યુવા મોરચાના પ્રમુખપદે થયેલી વરણીથી ભાજપના યુવા કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. સ્નેહીલે ભાજપ માટે નાનપણથી જ સેવા કરવાની શરૂઆત કરી હતી. તેમણે 2014 થી 2017 સુધી ભાજપ યુવા પાંખના રાજ્ય કારોબારી સભ્ય તરીકે અને 2017 થી 2021 સુધી રાજ્ય કન્વીનર તરીકે કામ કર્યું હતું. તેઓ યુવા પ્રતિનિધિ તરીકે ચીન પણ ગયા હતા. સ્નેહીલ દેસાઈને યુવા ભાજપના પ્રમુખ બનાવવા બદલ ગુજરાત એલર્ટ પરિવાર પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!