ગુજરાત એલર્ટ | વલસાડ
૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિને સવારે ૮.૩૦ કલાકે વલસાડ, તિથલ રોડ સ્થિત કુસુમ વિદ્યાલય ખાતે ૮૦ માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી હતી. સમર્પણ ચેરિટીઝના પ્રમુખશ્રી બંકિમભાઈ દેસાઈની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું. ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થી જયનીલ આમીન અને ત્રિશા પટેલ દ્વારા રાષ્ટ્રપર્વ ઉપર સુંદર પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.

શાળાના સંચાલક શ્રી અર્ચનાબેને પ્રાસંગિક ઉદ્બોધન કરી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી દેશને ખાતર પોતાનું જીવન અને પ્રાણ અર્પી દેનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી સત્ય અને કર્તવ્યનિષ્ઠ બની ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ધ્વજગૌરવ ઉપર ખૂબ જ સુંદર ગાન રજૂ કર્યું હતું. શ્રી સમર્પણ ચેરિટીઝના પ્રમુખશ્રી બંકિમભાઈ, ટ્રસ્ટીશ્રી મૈત્રીબેન, શિક્ષકમિત્રો, શાળા પરિવારના સૌ મિત્રોએ નોંધનીય હાજરી આપી. સમગ્ર કાર્યક્રમ શ્રી વિવેકભાઈના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો.
