કપરાડા તાલુકામાં આરોગ્ય ખાતાની ટાસ્ક ફોર્સ દ્વારા તમાકુ નિયંત્રણ હેઠળ ચેકિંગ, ૨૬ દુકાનદારને રૂ. ૫૨૦૦નો દંડ

ગુજરાત એલર્ટ | વલસાડ
કપરાડા તાલુકામાં આજુબાજુના વિસ્તારમાં ટાસ્ક ફોર્સ દ્વારા આજ રોજ આકસ્મિક ચેકિંગ દરમ્યાન ૨૬ દુકાનદારો પાસેથી રૂપિયા ૫૨૦૦/- રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

સરકારશ્રીના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કલેકટરશ્રી વલસાડની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લા તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ અને ફુડ અને ડ્રગ્સ વિભાગ સાથે મળી સ્ટીયરીંગ કમિટી દ્વારા કપરાડા તાલુકામાં કપરાડાનાં આજુબાજુના વિસ્તારમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના મોટા પાનના ગલ્લા, પાર્લર કુલ ૨૬ કેસ અને રૂપિયા ૫૨૦૦/- રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

તદ ઉપરાંત કલમ-૪ જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ તથા કલમ-૬(અ)૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે. તથા કલમ-૬(બ) શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની વેચાણ પર પ્રતિબંધ છે તેમજ આજુબાજુનાં પાનના ગલ્લાવાલાને ચેતવણી આપવામાં આવી તેઓને “તમાકુથી કેન્સર થાય છે અને ૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે.” આવી આરોગ્ય વિષયક ચેતવણી વિના તમાકુ અને સિગારેટની અન્ય બનાવટોનું છૂટક વેચાણ પર પ્રતિબંધ છે આવી સુચના આપવામાં આવી હતી.
ઉપરોક્ત કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એ.કે. સિંહ ,એપેડેમિક મેડીકલ ઓફિસરશ્રી ડો. મનોજ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગમાંથી એ.એસ.આઈ શ્રી. એ.બી. ઠાકુર, ફુડ અને ડ્રગ્સ વિભાગમાંથી કે.એ. પટેલ અને જિલ્લા ટોબેકો સેલમાંથી કાઉન્સેલર સુમિત્રાબેન બાગુલ અને સોશિયલ વર્કરશ્રી એ.એ.પટેલ ટી.આઈ.ઈ.સી.ઓ.શ્રી રમણભાઈ ચૌધરી હાજર રહી સફળપુર્વક કામગીરી કરવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!