વાપી ખાતેથી મૂળ બનાસકાંઠા જિલ્લાની ૩૬ વર્ષીય પરિણીતા ગુમ

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના આસોપાલવ કોમ્પ્લેક્ષ, રૂમ નં.૨૦૪, છરવાડા ખાતે રહેતા(મૂળ રહે. ગામ પટોસણ, તાલુકા-પાલનપુર, જિલ્લા-બનાસકાંઠા) ૩૬ વર્ષીય આશા શંકરભાઈ રાણા તા. ૨૯ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સાંજે ૫-૦૦ વાગ્યે પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કશે જતા રહ્યા હતા.તેમની શોધખોળ કરવા છતાં તેમનો પત્તો લાગ્યો ન હતો. ગુમ થનાર આશા મજબૂત બાંધો, ઘઉંવર્ણ અને આશરે ૫ ફૂટ ઉંચાઈ ધરાવે છે. તેમણે ધો-૦૨ સુધી અભ્યાસ કરેલો છે. તેમણે ચોકલેટી કલરની કુર્તી પહેરેલી હતા. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. જો કોઇને આ મહિલાની ભાળ મળે તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!