વલસાડ નાયબ માહિતી નિયામક તરીકે ઉમેશ બાવીસાએ પદભાર સંભાળ્યો

ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્ય સરકારે નાયબ માહિતી નિયામક – વર્ગ – ૧ વલસાડ તરીકે ઉમેશ બાવીસાની નિમણૂંક કરતા, તેમણે તા ૦૬-૦૫-૨૦૨૬ થી કાર્યભાર સંભાળી લીધો છે. તેઓ અગાઉ ગાંધીનગર, સુરત, નવસારી અને ભરૂચ કચેરી ખાતે ફરજ બજાવી ચૂક્યા છે. વલસાડ કચેરીના અધિકારી-કર્મચારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામક શ્રી ઉમેશ બાવીસાએ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને કામગીરીનો પ્રચાર પ્રસાર છેવાડાના લોકો સુધી સુદઢ રીતે થઈ શકે તેમજ ટીમ વર્કથી વલસાડ જિલ્લા માહિતી કચેરી દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વલસાડ જિલ્લા માહિતી કચેરીના નાયબ નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી સુનીલકુમાર મહેતાએ સૌ સાથી કર્મચારીઓનો પરિચય કરાવી વલસાડ માહિતી કચેરી સાથે કામ કરવાના સંસ્મરણો વાગોળી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!