31સ્ટની મોજ માણવામાં વલસાડ જિલ્લામાં 2278 લોકો પોલીસનાં મહેમાન બન્યા

સુધરે તે બીજા.. થર્ટી ફર્સ્ટ સમયે પોલીસ નાક સૂંઘી દારૂડિયાઓને ઝડપી પાડતી હોવા છતાં લોકો સુધરતા નથી. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 31સ્ટની ઉજવણી સમયે રાખવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઇવમાં ગતરાત્રે 1322 અને પૂર્વ રાત્રિએ 956 મળી 2278 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.
ગુજરાતમાં દારૂબંધી છે એટલે ગુજરાતમાં દારૂ ન પીવાય પરંતુ ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં જેટલો પીવો હોય એટલો દારૂ પી શકાય. પરિણામે થર્ટી ફર્સ્ટના દિવસે દમણમાં દારૂ પીને ગુજરાતમાં આવનારા પોલીસના હાથે ઝીલાઈ જાય છે. દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ કરવો ગુનો હોય પોલીસ કાર્યવાહી કરે છે.
વલસાડ જિલ્લા પોલીસે 31st ની રાત્રે 1322 લોકોને જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર અને 32 ચેકપોસ્ટ પર દારૂનો નશો કરી આવતા ઝડપી પાડ્યાં છે. ઉપરાંત 31સ્ટની પૂર્વ રાત્રે 956 જેટલા લોકો પીધેલી હાલતમાં પકડાયા હતા. પોલીસ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે તમામ ચેકપોસ્ટ પર 75 બ્રેથએનલાઈઝર વડે ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં 1322 લોકોની પ્રોહીબિશન એક્ટ અંતર્ગત ધરપકડ કરાઈ હતી.

પીધેલાઓને હોલ અને મંડપમાં રખાયા

પોલીસના હાથે પકડાઈ ગયેલાઓની યાદી એટલી મોટી હતી કે તેમને પોલીસ સ્ટેશનમાં રાખી શકાય તેમ ન હતું. પરિણામે આ લોકોને રાખવા માટે પોલીસે હોલ ભાડે રાખવા પડ્યા. તેમજ કેટલીક જગ્યાએ મંડપ પણ બનાવવામાં આવ્યા હતા. તમામ લોકોનું મેડિકલ ચેકઅપ સ્થળ પર જ થાય તે હેતુસર મેડિકલની ટીમોને પણ સાથે રાખવામાં આવી હતી અને તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.

પોલીસ સ્ટેશન વાઈઝ પીધેલા પકડાયેલાંની યાદી

વલસાડ સીટી:- 92
વલસાડ રૂરલ:- 110
ડુંગરી:- 84
વાપી ટાઉન:- 143
વાપી GIDC:- 107
ડુંગરા:- 146
પારડી:- 244
ભિલાડ:- 85
ઉમરગામ:- 62
ઉમરગામ મરીન:- 40
ધરમપુર:- 55
કપરાડા:- 58
નનાપોઢા:- 90
રેલવે પોલીસ:- 06

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!