સુરત જિલ્લા LCB એ પલસાણાના તાતીથૈયા ગામે શેરડીના ખેતરમાં છુપાવેલો રૂ.2.31 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

પોલીસે શંકરસિંગ બાબુસિંગ રાજપૂત અને પરમેશ્વર ઉર્ફે સાધુ પાંડેને વોન્ટેડ જાહેર કર્યા

સુરત જિલ્લા એલસીબીની ટીમે પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે શેરડીના ખેતરમાં છુપાવેલો રૂ.2.31 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે બે જણાને વોન્ટેડ જાહેર કર્યા છે.સુરત જિલ્લા એલસીબીની સોમવારના રોજ પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે તાતીથૈયા ગામે મગન ભીખા પટેલના બ્લોક નંબર 131 વાળા ખેતરમાં ગામના જ શંકરસિંગ બાબુસિંગ રાજપૂતે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ છુપાવ્યો છે. બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો પરંતુ ત્યાં કોઈ વ્યક્તિ મળી આવ્યું ન હતું. શેરડીના ખેતરમાં તપાસ કરતા અંદરથી 1368 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેની કિંમત રૂ. 2 લાખ 31 હજાર 300 બતાવવામાં આવી હતી. પોલીસે શંકરસિંગ બાબુસિંગ રાજપૂત અને પરમેશ્વર ઉર્ફે સાધુ પાંડેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!