ગુજરાત એલર્ટ | ખેરગામ
વર્ષ 2021 ની ચૂંટણીમાં જબરજસ્ત પ્રદર્શન કરી 77 સીટ પ્રાપ્ત કરનાર ભાજપે આ વખતે સંપૂર્ણ એડીચોટીનું જોર બંગાળમાં લગાવી દીધું હતું. સતત ત્રણ ટર્મથી બંગાળમાં શાસન કરનાર મમતા બેનર્જીની પાર્ટીને ધૂળ ચટાડનાર ભાજપની આ ભવ્ય જીત સંપૂર્ણ દેશમાં ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ખેરગામ તાલુકા ભાજપ દ્વારા ખેરગામ ગાંધી સર્કલ પાસે સાંજે 7:30 વાગ્યે ભાજપ પ્રમુખ લીતેશ ગાવિત, મહામંત્રી ચેતન પટેલ, વિજય રાઠોડ સહિત તાલુકા પંચાયતના સભ્યો વિવિધ મોરચાના હોદ્દેદારો વિવિધ ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહી ગાંધીજીને ફુલહાર કરી આતશબાજી ફટાકડા ફોડી મીઠાઈ એકબીજાને ખવડાવી ડીજેના તાલે જુમી ઉઠી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં પ્રથમવાર મમતા બેનર્જીની સરકારની કારમી હાર બાદ તેમજ આસામ અને પુડુચેરીમાં પણ ભાજપની સરકાર બનતા ખેરગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.
