લોકસભાની ચૂંટણી હેઠળ ૧૭૯- વલસાડ બેઠક પર ૮૫ વર્ષથી વધુ વયના ૧૩૬ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ: ૪૦ ટકાથી વધુ બેચમાર્ક ડિસેબીલીટી ધરાવતા ૧૬૫ મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન કરી પોતાની ફરજ નિભાવી

ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ તા. ૭ મે ના રોજ યોજાનાર છે, જે અંતર્ગત ૨૬- વલસાડ (અ.જ.જા.) સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ ૧૭૯- વલસાડ વિધાનસભા મતદાર વિભાગના વિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ વયના તેમજ ૪૦ ટકા થી વધુ બેંચમાર્ક ડિસેબીલીટી ધરાવતા દિવ્યાંગ મતદારોના ઘરે મતદાન કરાવવા માટે માઈક્રો ઓબ્ઝર્વર, મતદાન અધિકારી, મદદનીશ મતદાન અધિકારી, પોલીસ, ઝોનલ અધિકારી તથા વીડિયોગ્રાફર દ્વારા રચાયેલી કુલ ૧૦ ટીમો દ્વારા તા. ૨૬ એપ્રિલ ૨૦૨૪થી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની કામગીરી આરંભાઈ છે. જેમાં ૮૫ વર્ષથી વધુ વયના તેમજ દિવ્યાંગ મતદારોનો જુસ્સો જોવા મળ્યો હતો. જેમાં ૮૫ વર્ષથી વધુના કુલ ૧૪૦ કુલ મતદારોમાંથી ૧૩૬ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ હતુ. જ્યારે ૪૦ ટકાથી વધુ બેચમાર્ક ડિસેબીલીટી ધરાવતા કુલ ૧૬૯ દિવ્યાંગ મતદારોમાંથી ૧૬૫ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!