ડાંગ જિલ્લામા કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરવા જિલ્લા વિકાસ અધિકારીનું સુચન

ગુજરાત એલર્ટ l આહવા
ડાંગ જિલ્લામા ગત ૨૫-૨૬ નવેમ્બર, ૨૦૨૩ દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે ખેડુતોના પાકોને નુકસાનીનો સર્વે કરવા માટે, જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરે જિલ્લાના ખેતીવાડી વિભાગ સહિતના તંત્રને સૂચના આપી છે.
હવામાન ખાતા દ્વારા જારી થયેલી વરસાદની સચોટ આગાહીના પગલે રાજ્ય સહિત ડાંગ જિલ્લામા પણ કમોસમી વરસાદ નોધાયો હતો. કમોસમી વરસાદથી થયેલ પાકના નુકસાની અંગે ખેડુતોને આપદામા સહાય ચૂકવણી માટે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ પાક નુકસાની અંગે સર્વે કરી ત્વરિત ધોરણે વિગતો મેળવી, અને તેની કાર્યવાહી હાથ ધરવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ ખેતીવાડી વિભાગને સૂચન કર્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!