વલસાડ 181 અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

વલસાડ
વલસાડ જિલ્લાની અંદર 181 ની ટીમે મહિલાઓને લગતા તેમજ પારિવારિક ઝગડાનું નિવારણ લાવવામાં 181 ની ટીમ સંજીવની સમાન બની છે. 181 મહિલા ટીમનું પત્રકાર વેલ્ફેર એસોસીએશન દ્વારા સન્માન પણ થઇ ચૂક્યું છે. 181 ની ટીમના ગાયત્રી રાઠોડને સુરત રેન્જ વડા ડો. રાજકુમાર પાંડિયન દ્વારા સન્માન પત્ર અપાયું હતું. 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેની ઉજવણીના ભાગરૂપે વલસાડ 181 મહિલા હેલ્પ લાઇન દ્વારા યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમાં પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. તેમજ કાઉન્સેલર પર હાજર રહ્યા હતા.

Share this post

error: Gujarat Alert Content is protected !!