વાપીની વિનુબેન અને અશ્વિવનીબેન સોનવણે ગુમ થયા

ગુજરાત એલર્ટ|વલસાડ
વલસાડ જિલ્લાના વાપી શહેરના સરસ્વીનગર હરીકૃપાનગરના પ્લોટ નંબર- ૩૪ માં રહેતી બે મહિલાઓ વિનુબેન હિતેશભાઇ રાજેન્દ્ર સોનવણે, ઉ. વ. ૨૦ અને અશ્વિનીબેન સંદિપ સોનવણે, ઉ. વ. ૧૯, બંન્ને મહિલાઓ મૂળ રહે. ચોરગાવ, તા. ધરંગાવ, જિ. જલગાંવ, મહારાષ્ટ્ર તા. ૨૧/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૮.૦૦ થી ૧૦.૦૦ વાગ્યાના અરસામાં બંન્ને જણ કોઇ અગમ્ય કારણોસર ઘરે કોઇને જાણ કર્યા વગર કયાંક ચાલ્યા ગયા છે. જેની તપાસ કરાવતા આજદિન સુધી તેઓ બંન્ને ગુમ થનાર મહિલાઓ મળી આવેલ નથી.

વિનુબેન શરીરે પાતળા બાંધાની રંગે શ્યામ વર્ણની અને ઉંચાઇ આશરે ૫ ફૂટ ર ઇંચની છે. તેણીએ લાલ કલરનો ટોપ તથા બ્લેક કલરની લેગીસ પહેરેલ છે જયારે અશ્વિનીબેન શરીરે પાતળા બાંધાની, શ્યામ વર્ણની ઉંચાઇ આશરે પ ફૂટ ૪ ઇંચની છે. તેણીએ મહેંદી કલરનું કાબરચીતરૂ ટોપ અને કાળા કલરની લેગીજ પહેરેલ છે. બંન્ને મહિલાઓ મરાઠી અને હિન્દી ભાષા જાણે છે આ બંન્ને મહિલાઓની કોઇ જાણકારી મળે તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે વાપી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા જણાવાયંર છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!