વિજય રૂપાણીને શું નડ્યું ? કઇ-કઇ બાબતો હતી જે વિજયભાઇને નડી ગઇ એ જોવા જેવું છે

નવી દિલ્હી: વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું એટલે તેમના સાથીઓએ છાના ખૂણે એવી વાતો શરૂ કરી કે વિજયભાઈ સાથે અન્યાય થયો, પણ એવું બલિકુલ નથી. વિજયભાઈની કામગીરીને લાંબા સમયથી જોવામાં આવતી હતી અને એનું એનેલિસિસ ચાલુ હતું, જેમાં અગત્યના કહેવાય એવા મુદ્દે વિજયભાઈ ફેલ જતાં તેમને રાજીનામું આપવાનો આદેશ કરવામાં આવ્યો. કઈ-કઈ બાબતો હતી જે વિજયભાઈને નડી ગઈ એ જોવા જેવું છે.
હા, વિજયભાઈ રૂપાણી બ્યુરોક્રેટ્સને માઇક આપતી વખતે આવી રીતે બોલતા, જેને લીધે તે ધીમે-ધીમે હાસ્યાસ્પદ બનવા લાગ્યા હતા. બ્યુરોકસી પર તેમનું પ્રભુત્વ નહોતું અને એ પોતે અધિકારીઓને સર અને મેડમનું સંબોધન કરીને બોલાવતા, એ પણ જાહેરમાં. એવું નહોતું કે આ સંબોધન જ તેમને નડ્યાં, બ્યુરોક્રેટ્સ પણ તેમના કહ્યામાં નહોતા રહ્યા જે ધીમે-ધીમે જગજાહેર થઈ ગયું હતું. આ પોઇન્ટ બહુ ખરાબ રીતે વિજયભાઈને નડી ગયો.
કોવિડની સેકન્ડ વેવમાં ગુજરાતની જે બદનામી થઈ એ ખરેખર વિજયભાઈને નડી ગઈ. કબૂલ કે દુનિયા આખી મહામારીનો સામનો કરતી હતી એટલે વિજયભાઈને આમ તો કોવિડ નડવાનો નહોતો; પણ ગુજરાત નરેન્દ્ર મોદી અને બીજેપી માટે ખાસ છે, ટેસ્ટ લેબોરેટરી છે. એવા સમયે ગુજરાતમાં બીજેપીના નામનાં છાજિયાં લેવાય એ કોઈ કાળે મોદી ચલાવે નહીં. પણ એવું બન્યું અને એટલે જ એપ્રીલમાં જ નક્કી કરવામાં આવ્યું કે સાહેબને રવાના કરી દેવા.હા, બીજેપી સરકારથી નારાજ એવા પાટીદારની થર્ડ વેવની સૌથી મોટી તકલીફ ત્યારે ઊભી થઈ જયારે એ સૌ આમ આદમી પાર્ટી તરફ વળવાનું શરૂ થયું. પાટીદારો જો આમ આદમી પાર્ટી તરફ ફરે તો ૨૦૨૨ની વિધાનસભામાં નિર્ણાયક રિઝલ્ટ લાવી શકે એવું લાગતાં વિજયને પાટીદારોને પાછા વાળવાનું કામ સોંપવામાં આવ્યું, જે વિજયભાઈ કરી ન શકયા એટલે પાર્ટી વિજયભાઈને નડી ગઈ.સંવેદનશીલ સરકાર. આ બે શબ્દોનો એવો તે અતિરેક કરવામાં આવ્યો કે લોકો એવું કહેવા માંડ્યા કે સંવેદના નહીં, સુવિધા જોઈએ છે. તાજેતરમાં થયેલા સર્વેમાં બહાર આવ્યું કે આ સરકાર માત્ર સોશ્યલ મીડિયા પર સારું-સારું લખાવવામાં એકસપર્ટ છે પણ લોકો સુધી સુવિધા પહોંચતી નથી. સંવેદનશીલ સરકારનો ટેગ સરકારના માકર્સ વધારવાને બદલે દ્યટાડવા માંડ્યો હોવાથી કોર કમિટીને લાગ્યું કે અહીં ચહેરો બદલાવ્યા વિના છૂટકો નથી.
હા, તમે જેના સહારે ઊભા હો એ જ સંગઠન જો તમારાથી નારાજ હોય તો શું થાય? એકઝેકટ્લી એવું જ થયું. સંગઠને ફરિયાદ શરૂ કરી અને એ ફરિયાદની સીધી અસર એ થઈ કે કોર કમિટીએ નક્કી કરવું પડ્યું કે ગુજરાત જીતવું હશે તો સંગઠનની ઇચ્છા મુજબ ચાલવું પડશે. સંગઠનની નારાજગી વિજયભાઈને બરાબર નડતર બની ગઈ અને વિજયભાઈનું આ નડતર બરાબર અસર કરી ગયું.
જો છેલ્લું ઇલેકશન જુઓ તો જિલ્લા પંચાયત, કોર્પોરેશન અને ગ્રામપંચાયતમાં બેસ્ટ રિઝલ્ટ વિજયભાઈએ આપ્યું, પણ સુરતમાં જે પ્રકારે કોર્પોરેશનના ઇલેકશનમાં આમ આદમી પાર્ટીએ પોઝિટિવ રિઝલ્ટ આપ્યું અને ૨૭ બેઠકો મેળવી. આ ૨૭ બેઠક લઈ આવનારી આમ આદમી પાર્ટીમાં નવું જોર આવ્યું અને એ નવું જોર વિજયભાઈને બરાબરનું નડી ગયું.
તાઉતે સાઇકલોનની સામે તો વિજયભાઈ આડશ ન બની શકે પણ એ ત્રાટકયા પછી જે રાહત કાર્યો શરૂ થવાં જોઈએ એ પણ એ ઝડપે શરૂ ન થયાં તો બીજાં કામોમાં પણ વિજયભાઈ નિષ્ફળ નીવડ્યા. આજે પણ અમરેલી, ભાવનગર જિલ્લાનાં અનેક ગામો અંધારપટ વચ્ચે જીવે છે, જેનો રિપોર્ટ દિલ્હી પહોંચ્યો હતો અને એ રિપોર્ટે વિજયભાઈના નેતૃત્વને જબરદસ્ત ડેમેજ કર્યું.
વિજય રૂપાણીએ વાટેલા ભાંગરાઓ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા અને એને કારણે વિજયભાઈની ઇમેજને તો અસર થઈ પણ સાથોસાથ બીજેપીને પણ ખૂબ તકલીફ પડી. વિજયભાઈના ગયા પછી પણ એવાં-એવાં મીમ્સ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયાં છે જે વાંચીને વિજયભાઈ તો ઠીક નરેન્દ્રભાઈ પણ હસી પડે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!