ઉમરગામ તાલુકામાં પેધા પડેલા મહારાષ્ટ્રનાં તસ્કરોને વલસાડ પોલીસે ઝડપી પાડ્યા: સાડા 9 લાખ રોકડા પકડાયા

ગુજરાત એલર્ટ । વલસાડ
ઉમરગામ તાલુકામાં પેધા પડેલા મહારાષ્ટ્રનાં તસ્કરોને વલસાડ પોલીસે ઝડપી પાડ્યા છે. વલસાડ LCB એ બંધ મકાનના તાળા તોડી ઘરફોડ ચોરી કરવાના ગુનામાં માહેર ધોત્રે ગેંગના 2 સભ્યો રામ ઉર્ફે બુઢા ચિન્નપા ધોત્રે, નવીન રમેશ ધોડીને ચોરીના દાગીના, રોકડા રૂપિયા મળી કુલ 10,31,650 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે ઉમરગામ તાલુકાના જુદા જુદા ગામોની 16 જેટલી ચોરીઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
સુરતના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વાબાંગ જમીર તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સુચના મુજબ વલસાડ એલ.સી.બી.ના પો.ઇન્સ. વી.બી.બારડના સુપરવિઝન હેઠળ પો.સ.ઇ. કે.એમ.બેરીયા, પો.સ.ઇ. એચ.એ.સિંધા, પો.સ.ઈ. એમ.કે.ભીંગરાડીયાના નેતૃત્વ હેઠળ અલગ- અલગ ટીમની રચના કરવામાં આવેલ હતી. આ જુદી-જુદી ટીમ દ્વારા છેલ્લા બે વર્ષ દરમ્યાન વલસાડ જિલ્લામાં દિવસ દરમ્યાન કરેલ ઘરફોડ ચોરીના બનાવની મોડસ ઓપરન્ડી, બનાવનો સમયગાળો, સી.સી.ટી.વી. ફુટેજ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે એનાલીસીસ કરતાં ચોરીમાં સંડોવાયેલ ઇસમોનું વર્ણન, ગુના ઉપયોગમાં લીધેલ વાહન, આરોપીના ફોટાઓની માહિતી એકઠી કરવામાં આવેલ હતી. આ માહીતી આધારે જાણવા મળેલ કે, વલસાડ જિલ્લામાં દિવસ દરમ્યાન બંધ મકાનના તાળા તોડી ઘરફોડ ચોરી કરવાના ગુનામાં ધોત્રે ગેંગની મોડસ ઓપરેન્ડી જણાય આવે છે. જેથી આ ગેંગના સભ્યોને પકડવા માટે બાતમીના આધારે સંજાણ, ચાર રસ્તા પાસેથી તા.૦૨/૦૧/૨૦૨૪ ના રોજ ઉમરગામ તાલુકાના મમકવાડા ગામે બચુભાઇ મોહનભાઇ દુબળાના ઘરેથી રોકડા રૂ.૯,૫૦,૦૦૦/- તથા સોનાચાંદીના દાગીના કિં.રૂ.૨૨,૬૫૦/- તથા ગુનામાં ઉપયોગમાં લીધેલ જયુપીટર મોપેડ કિં.રૂ.૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન કિં.રૂ.૧૦,૦૦૦/- એમ કુલ્લે કિં.રૂ.૧૦,૩૨,૬૫૦/- ના મુદામાલ તથા બંધ મકાનના દરવાજા તાળા તથા કબાટ તોડવા માટે ગુનામાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનો જેવા કે, ડીસમીસ નંગ-૨, લોખંડનો સળીયો-૧, વાંદરી પાનું નંગ-૧, લોખંડની પકકડ નંગ-૧ સાથે ગુનામાં સંડોવાયેલ આંતર રાજય મહારાષ્ટ્રની ધોત્રે ગેંગના સભ્યો પૈકી આરોપી નં.૧ રામ ઉર્ફે બુઢા ચિન્નપા ધોત્રે ઉ.વ.૩૫, ધંધો.મચ્છીનો વેપાર રહે.ડબ્બાવાલા ચાલ, રૂમ નં. ૨, રૂપકલા સ્ટુડીયોની બાજુમાં, કાજુપાડા, બોરીવલી (ઇસ્ટ), મુંબઇ મુળ રહે.ગાડબોરલ, ઉમનાબાદ બસ ડેપો પાસે, ગુલબર્ગા જી.ગુલબર્ગા (કર્ણાટક) તથા આરોપી નં.ર નવીન S/O રમેશભાઇ બાબુભાઇ ધોડી ઉ.વ.૫૦ રહે. હાલ- રમેશ ધોડી ચાલ, રૂમ નં.૪, કાજુપાડા, મચ્છી માર્કેટ, બોરીવલી ઇસ્ટ, મુંબઇ (મહારાષ્ટ્ર) મુળ રહે. ગરીગામ તા.તલાસરી જી.પાલઘર (મહારાષ્ટ્ર) ને પકડી પાડવામાં આવેલ અને પકડાયેલ આરોપીઓ તથા તેના પરીવારના સભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તેઓની પુછપરછ કરતાં તેઓએ છેલ્લા બે વર્ષ દરમ્યાન ઉમરગામ તાલુકામાં અલગ અલગ ગામોમાં બંધ મકાનોની રેકી કરી ઘણી બધી ચોરીઓ કરેલ હોવાની કબુલાત કરી હતી. પકડાયેલ બંને આરોપીઓને સાથે રાખી તપાસ કરતાં ઉમરગામ તાલુકામાં અલગ અલગ વિસ્તારમાં બંધ મકાનના તાળા તોડી ૧૬ (સોળ) જગ્યાએ ચોરીની જગ્યા બતાવી કબુલાત કરી હતી.
ઉપરોકત બંને પકડાયેલ આરોપીઓને વધુ તપાસ અર્થે ઉમરગામ પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે અને નામદાર કોર્ટ દ્વારા બંને આરોપીઓના દિન-૦૨ ના પોલીસ કસ્ટડીના રીમાન્ડ આપવામાં આવેલ છે.

આ તસ્કરોએ નીચે મુજબનાં વ્યક્તિઓના ઘરે ચોરી કરી હતી.
(૧) તા.૦૨/૦૧/૨૦૨૪ ના રોજ મોજે. મમકવાડા, વાવર ફળીયામાં રહેતા અરૂણાબેન W/O બચુભાઇ મોહનભાઇ દુબળા ના ઘરે ઘરના મેઇન દરવાજાનો નકુચો તોડી ઘરમાંથી રોકડા રૂ.૯,૫૦,૦૦૦/- તથા સોનાચાંદીના દાગીના તથા ખોટા બગસરાના દાગીના મળી કુલ્લે કિં.રૂ.૯,૮૮,૨૦૦/- ની મતાની ચોરી કરેલ છે. (૨) જુલાઇ-ઓગષ્ટ/૨૦૨૩ માં મોજે.ટીંભી ગામ, વારોલી નદીની બાજુમાં આવેલ નીતા એન્કલેવ્યુ ફલેટ નં.૧૦૩ માંથી એક Vu કંપનીનું ૩૨ ઇંચનું ટી.વી.ની ચોરી કરેલ છે. (૩) ગઇ તા.૨૪/૦૮/૨૦૨૩ ના રોજ મોજે.ભાઠી કરમબેલી, બોર ફળીયામાં રહેતા સંગીતાબેન દલુભાઈ ધોડીના ઘરના દરવાજાનું તાળું તોડી તેના ઘરમાંથી ચાંદીના સાંકળા જોડી-૦૩ તથા ચાંદીનો કમરનો જુડો તથા રોકડા રૂ.૧,૩૦,૦૦૦/- ની મતાની ચોરી કરેલ છે. (૪) આજથી ત્રણેક મહિના પહેલાં મોજે. સોળસુંબા, ગંગાદેવી, જાંબુ ફળીયા રહેતા નિકીતાબેન રમેશભાઇ કામળીના ઘરમાંથી સોના ચાંદીના દાગીના સોનાનું મંગળસૂત્ર, સોનાનો નેકલેસ, સોનાની ચેઇન નંગ- ૪, સોનાની વીંટી નંગ-૬, બે જોડી કાનની બુટી તથા ચાંદીની પાયલ તથા રોકડા રૂ.૧૧,૦૦૦/- જેટલાની ચોરી કરેલ છે. (૫) તા.૦૮/૦૩/૨૦૨૩ ના રોજ દિવસ દરમ્યાન મોજે.સોળસુંબા, કોળીવાડ રોડ, ગ્રિનફિલ્ડ એન.કે.વીલા માં રહેતા અશોકભાઇ વિઠ્ઠલભાઇ પટેલ (ભંડારી)ના ઘરના દરવાજાને મારેલ તાળુ તોડી લાકડાના કબાટના ડ્રોવર તોડી આશરે રોકડા રૂ.૫,00,000/- ની ચોરી કરેલ છે (૬) ગઇ તા.૦૯/૦૯/૨૦૨૩ ના રોજ દિવસ દરમ્યાન મોજે.ઉમરગામ, આદર્શનગર દિપમ એવન્યુ રુમ નં- ૪૦૫ રહેતા દિવ્યાબેન W/O ઉમેશકુમાર સુરેશભાઇ માહ્યાવંશીના ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં રાખેલ લાકડાના શો-કેશ કબાટના લોક તોડી કબાટમાંથી સોના દાગીના કુલ્લે કિરુ. ૨,૨૪,૩૪૦/- ની મતાની ચોરી કરેલ છે. (૭) તા.૨૮/૦૭/૨૦૨૩ ના રોજ દિવસ દરમ્યાન મોજે.નારગોલ દરા ફળીયા સંજાણ ખતલવાડ રોડ ઉપર રહેતા શ્રીકાંત પ્રકાશભાઇ બારીઆના ઘરના બેડરૂમના બારીની ગ્રીલનો સળીયો તોડી બેડરૂમના કબાટનો લોક તોડી કબાટમાંથી સોના દાગીના કુલ્લે કિરુ.૧,૪૭,૦૦૦/- ની ચોરી કરેલ છે. (૮) તા.૧૯/૧૨/૨૦૨૩ ના રોજ મોજે.તડગામ, નિશાળ ફળીયામાં રહેતા અનિલ ધીરૂભાઇ હળપતિના ઘરમાંથી સોનાચાંદીના દાગીના તથા રોકડા રૂ.૩૦૦૦/- ની મતાની ચોરી કરેલ છે. (૯) તા.૨૮/૦૯/૨૦૨૨ ના રોજ સંજાણ, બુનાટપાડા, શુભમ એપાર્ટમેન્ટ, ફલેટ નંબર A-204 માં રહેતા સુવર્ણાબેન નારાયણ કોલીના ફલેટના મુખ્ય દરવાજાને મારેલ તાળું તોડી ફલેટમાંથી સોનાચાંદીના દાગીના કિં.રૂ.૭૯,૦૦૦/- તથા રોકડા રૂ.૨૫,૦૦૦/- ની ચોરી કરેલ છે. (૧૦) સને.૨૦૨૨ ના વર્ષમાં તા.૨૭/૦૨/૨૦૨૨ થી તા.૦૩/૦૩/૨૦૨૨ દરમ્યાન મોજે.સોળસુંબા, શાંતિવન સોસાયટી બંગ્લોઝ નં-૨૮/ડી, પ્રબુધવિણા જ્ઞાનપીઠમાં રહેતા પ્રફૂલ અનિલકુમાર કુલશ્રેષ્ઠના ઘરની બેડરૂમની બારીની ગ્રીલ તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીના, લેપટોપ, મોબાઇલ ફોન, ઘડીયાળ, રોકડા રૂપિયા મળી કુલ કિં.રૂ.૧,૫૧,૦૦૦/- તથા યુ.એસ. ડોલર ૪૦૦૦ થી ૪૫૦૦ ની ચોરી કરેલ છે. (૧૧) સને.૨૦૨૨ ના વર્ષમાં તા.૨૧/૦૪/૨૦૨૨ થી તા.૨૫/૦૪/૨૦૨૨ દરમ્યાન મોજે. સોળસુંબા, જાનકીનગર, ગરબા ગ્રાઉન્ડ પાસે, સ્વપ્નલોક ટાઉન શીપની સામેની ગલીમાં રહેતા સુનીલ મધુકર તીરોડકરના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં રાખેલ કબાટનું લોક તોડી કબાટના લોકરમાં રાખેલ રોકડા રૂ.૩,૫૦,૦૦૦/- તથા સોના ચાંદીના દાગીના મળી કુલ કિં.રૂ.૪,૬૭,૦૦૦/- ની ચોરી કરેલ છે. (૧૨) સને.૨૦૨૨ ના વર્ષમાં આજથી દોઢેક વર્ષ પહેલાં મોજે.નારગોલ નવા તળાવ ત્રણ રસ્તા, હરીદર્શન લેકસીટી, ફલેટ નં.૪૦૬ માં રહેતા ભૌતિકકુમાર સુરેશભાઇ ભંડારીના ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાંથી સોનાનું પેન્ડલ તથા રોકડા રૂ.૨,૦૦૦/- મળી કુલ રૂ.૧૫,૦૦૦/- ની મત્તાની ચોરી કરેલ છે . (૧૩) સને.૨૦૨૨ ના વર્ષમાં મોજે.સરીગામ, ગોવનવાડી, માધવપાર્ક, ફલેટ નં.૧૦૯ માં સોનાના દાગીનાની ચોરી કરેલ છે. (૧૪) સને.૨૦૨૧ ના વર્ષમાં મોજે.ભિલાડ ડેલ્ટા એપાર્ટમેન્ટ બીજો માળ ફ્લેટ નં.૨૦૪ માં રહેતા કિશોરકુમાર શ્યામલાલ કુરેના ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાંથી સોનાની બુટ્ટી નંગ-૨, ચાંદીનું તાવીજ તથા આર્ટીફીશ્યલ વસ્તુઓ કુલ કિં.રૂ.૧૨,૦૦૦/- ની મતાની ચોરી કરેલ છે. (૧૫) ડીસેમ્બર-૨૦૨૧ માં મોજે. સોળસુંબા ગામ, સંજીવન બંગ્લોઝ, રામનગર, તલાસરી રોડ ઉપર રહેતા અતુલભાઇ ગોવિંદભાઇ શેવડેના ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાંથી રોકડા રૂ.૮૦,૦૦૦/- તથા સોના ચાંદીના દાગીના મળી કુલ કિં.રૂ.૧,૮૦,૦૦૦/- ની ચોરી કરેલ છે. (૧૬) સને-૨૦૨૧ ના વર્ષમાં તા.૨૧/૦૬/૨૦૨૧ ના રોજ મોજે.ઉમરગામ, ગોકુલધામ વિસ્તારમાં રહેતા સુમિતભાઇ સુખદેવભાઇ માંગેલાના ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાંથી રોકડા રૂ.૨,૫૦,૦૦૦/- તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ છે.
તસ્કરો જયુપીટર મોપેડ ઉપર બેસી દિવસ દરમ્યાન બંધ મકાનની રેકી કરતા હતા.
પકડાયેલ બંને આરોપીઓ ધોત્રે ગેંગના સભ્યો છે આ બંને આરોપીઓ કબજે કરેલ જયુપીટર મોપેડ ઉપર બેસી દિવસ દરમ્યાન બંધ મકાનની રેકી કરતા હતા અને બંધ મકાનના તાળા તોડી એકાદ કલાકના સમયગાળામાં ચોરી કરી મહારાષ્ટ્ર તરફ નાસી જતા હતા અને ચોરીમાં મળેલ મુદામાલ મહારાષ્ટ્ર ખાતે જવેલર્સ શોપમાં વેચાણ કરતા હતા.

પોલીસના હાથે ઝડપાઇ ગયેલા તસ્કરો

(૧) રામ ઉર્ફે બુઢા ઉર્ફે રામુ ચિન્નપા ધોત્રે ઉ.વ.૩૫ ધંધો.મચ્છીનો વેપાર રહે.ડબ્બાવાલા ચાલ, રૂમ નં. ૨, રૂપકલા સ્ટુડીયોની બાજુમાં, કાજુપાડા, બોરીવલી (ઇસ્ટ), મુંબઇ મુળ રહે.ગાડબોરલ, ઉમનાબાદ બસ ડેપો પાસે, ગુલબર્ગા જી.ગુલબર્ગા (કર્ણાટક)
(૨) નવીન રમેશભાઇ ધોડી ઉ.વ.૫૦ રહે.હાલ- રમેશ ધોડી ચાલ, રૂમ નં.૪, કાજુપાડા, મચ્છી માર્કેટ, બોરીવલી ઇસ્ટ, મુંબઇ (મહારાષ્ટ્ર) મુળ રહે.ગરીગામ તા.તલાસરી જી.પાલઘર (મહારાષ્ટ્ર)

વોન્ટેડ આરોપીઓ

(૧) શ્યામ ઉર્ફે સંચા ચિન્નપા ધોત્રે રહે. ડબ્બાવાલા ચાલ, રૂપકલા સ્ટુડીયોની બાજુમાં, કાજુપાડા, બોરીવલી (ઇસ્ટ), મુંબઇ મુળ રહે.ગાડબોરલ, ઉમનાબાદ બસ ડેપો પાસે, જી.ગુલબર્ગા (કર્ણાટક)
(ર) જીતેશ ઉર્ફે જીતુ શશી દુસાંગે રહે. ડબ્બાવાલા ચાલ, રૂમ નં. ૩, રૂપકલા સ્ટુડીયોની બાજુમાં, કાજુપાડા, બોરીવલી (ઇસ્ટ), મુંબઇ.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!