ખેરગામ પોલીસે રૂ.33,400/- નાં દારૂ સાથે બે ને પકડયા: એક ફરાર

ગુજરાત એલર્ટ । ખેરગામ
ધરમપુર થી રાનકુવા જતા રાધો ૧૭૭ માર્ગે નાકાબંધી કરી રિટઝ કાર નં.GJ-15-AD-2783માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વ્હીસ્કીની નાની બાટલીઓ કુલ નંગ- ૩૩૪ જેની કિ.રૂ.૩૩,૪૦૦/- નો પ્રોહીબીટેડ મુદ્દામાલ તથા કારની કિ.રૂ.૧,૨૦,૦૦૦/-, મોબાઇલ ફોન નંગ-૨ જેની કિ.રૂ.૧પ૦૦/- મળી કુલ્લે. રૂ.૧,૫૪,૯૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી, પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપી વિરૂધ્ધમા ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
(૧) મોહમદ રિઝવાન ઉર્ફે અન્ના મોહમદ S/O ઇબ્રાહીમ શેખ ઉ.વ.૩૦ ધંધો-ડ્રાંઇવીગ રહેવાસી– ઘર નં-૯૦૫ હાફીઝ ચીકનની ગલીમાં લાલમિયા મસ્જીદ પાસે રામપુરા સુરત
(૨) મજીદ રસીદ શેખ ઉ.વ.૩૨ ધંધો-ભંગારનો રહેવાસી – ઘર નં-૪૪૨ લીંબાયત ઉધના રામાબાઇ ચોક સુરત સીટી ઉધના-૨ આરોપીઓ પકડાયા છે જયારે વોન્ટેડ આરોપી – ફિરોઝખાન લુકમાન ખાન રહે-D-9/25 SMC ટેનામેન્ટ ઉંમરવાડા નો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!