ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં પત્રકાર આલમના ઉત્થાન, લોકપ્રશ્નોના સચોટ નિરાકરણ અને પત્રકારોની એકતા માટે ‘વલસાડ પત્રકાર સંઘ’ ની રચના કરવામાં આવી છે. આ સંઘના માધ્યમથી સિનિયર પત્રકારોના માર્ગદર્શન હેઠળ ફિલ્ડમાં સક્રિય અને ઉત્સાહી નવજુવાન પત્રકારોને એક જ મંચ પર લાવીને સમાજ તથા લોક પ્રશ્નોને વાચા આપી તેનું યોગ્ય નિરાકરણ લાવવાના ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવશે.
નવી કારોબારી સમિતિના હોદ્દેદારોની વરણી તાજેતરમાં મળેલી વિશેષ બેઠકમાં સર્વાનુમતે સંસ્થાની નવી કારોબારી સમિતિના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે,
જેની વિગતો નીચે મુજબ છે:
પ્રમુખ: ઉત્પલભાઈ દેસાઈ
ઉપપ્રમુખ: કમલેશભાઈ હરિયાવાલા,
ઉપપ્રમુખ: તરુણ નાયકા
મંત્રી: બંકીમભાઇ દેસાઈ
સહમંત્રી: મુકેશભાઈ દેસાઈ
ખજાનચી: કાદરભાઈ હાસમાની
સહ-ખજાનચી: પી. કે. ઠાકોર
કો-ઓર્ડીનેટર: દેયઝાદ ચોથિયા બાવાજી.
સંસ્થાનું સુચારુ સંચાલન અને વહીવટી શિસ્ત જળવાઈ રહે તે હેતુસર એક શિસ્ત સમિતિની પણ રચના કરવામાં આવી છે. જેમાં નીચે મુજબના સભ્યોનો સમાવેશ થાય છે:
ઉત્પલભાઈ દેસાઈ
બંકીમભાઈ દેસાઈ
કાદરભાઈ હાસમાની
કમલેશભાઈ હરિયાવાલા
સુભાષ ઠાકોર
નવનિયુક્ત તમામ હોદ્દેદારોને બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યો તથા શુભેચ્છકો દ્વારા ફૂલહાર પહેરાવી અને મોં મીઠું કરાવીને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વલસાડ પત્રકાર સંઘની આ રચનાથી જિલ્લાના પત્રકારત્વ જગતમાં એક નવી જ ઉર્જા અને સકારાત્મક જોશ જોવા મળી રહ્યો છે.
