મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ વાપીના ઈકો ફ્રેન્ડલી મુક્તિધામ અને સીઈટીપી પ્લાન્ટની મુલાકાત લીધી

ગુજરાત એલર્ટ | વલસાડ
દિવાળી પૂર્વે વલસાડ જિલ્લામાં વિકાસ કાર્યોની ભેટ આપવા માટે આવી પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ વાપીની ઈકો ફ્રેન્ડલી મુક્તિધામ અને જીઆઈડીસીમાં આવેલા સીઈટીપી પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. તેમની સાથે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તેમજ આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારી નરેશભાઈ પટેલ પણ જોડાયા હતા.

આ મુલાકાત વેળા સાંસદ ધવલભાઈ પટેલ, વાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વાપી વીઆઈએના પ્રમુખ સતિષભાઈ પટેલ, મનપા કમિશ્નર એન.એફ.ચૌધરી, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, વાપી શહેર સંગઠન પ્રમુખ મનિષભાઈ દેસાઈ, વીઆઈએના ઉપપ્રમુખ મગનભાઈ સાવલિયા, સેક્રેટરી કલ્પેશભાઈ વોરા, ખજાનચી રાજુભાઈ શાહ, વીઆઈએ એડવાઈઝરી બોર્ડના મેમ્બર યોગેશભાઈ કાબરીયા અને મિલન દેસાઈ તેમજ સીઈટીપી પ્લાન્ટના સીઈઓ જતીન મહેતા પણ સાથે જોડાયા હતા. જેઓએ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીનું મુક્તિધામ અને સીઈટીપી પ્લાન્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!