ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂ. ૪૮.૨૨ કરોડના ખર્ચે નવનિર્મિત વાપીની ૧૫૦ બેડની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ગરીમામય ઉપસ્થિતિ રહી હતી.

વાપી અને આસપાસના લાખો લોકો માટે ઉપયોગી એવી આ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું મુખ્યમંત્રીશ્રીએ રીબીન કાપી લોકાર્પણ કર્યા બાદ તક્તી અનાવરણ કરી ખુલ્લી મુકી હતી.

મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત લઈ ચાર ઓપરેશન થિયેટર અને ઇમરજન્સી વિભાગ સહિત વિવિધ વિભાગોમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે દર્દીઓને પૂરી પાડવામાં આવતી સુવિધાઓની વિગતો મેળવી હતી.

આ પ્રસંગે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
