ધરમપુર એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા ચોમાસા દરમિયાન એસટી બસો, એસટી ડેપો, બસ સ્ટેશન, શૌચાલય અને સમગ્ર સંકુલ સ્વચ્છ, સુંદર અને હરિયાળો બને તે માટે ‘‘સ્વચ્છતા અભિયાન’’નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર એસટી ડેપો ખાતે ડેપો મેનેજર શ્રીમતી ભૂમિકાબેન પટેલ તેમજ મિકેનિકો અને સ્ટાફ દ્વારા 30 જેટલા વૃક્ષો રોપી હરિયાળા એસટી ડેપો અને પર્યાવરણના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!