ગુજરાત એલર્ટ | વલસાડ
સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરતા હોય છે, પરંતુ વલસાડ તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડિનેટર તથા ગાયત્રી પરિવાર દક્ષિણ ઝોનના યુવા પ્રમુખ શ્રી મિતેશકુમાર પટેલ છેલ્લા ૧૦ વર્ષથી પોતાનો જન્મદિવસ સમાજોપયોગી અને પર્યાવરણલક્ષી સેવાકાર્યો સાથે ઉજવી રહ્યા છે તેમની અનોખી પરંપરા આજે પણ તેમણે જાળવી હતી. આ વર્ષે જન્મદિવસ તેમણે ૨૪૦૦ વૃક્ષારોપણના સંકલ્પ સાથે ઉજવ્યો હતો.

વલસાડ તાલુકાની ડુંગરી સ્ટેશન પ્રાથમિક શાળા તેમજ મગોદ-ડુંગરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ સિવાય આશરે ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ તથા જીવન ઘડતર માટેના પ્રેરણાદાયી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ નિમિત્તે NDRFની ટીમ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે જીવંત પ્રદર્શન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રોબેશનરી IAS અધિકારી શ્રી પિયુષ ઘટાલા, NDRF ઇન્સ્પેક્ટર શ્રી વિજયભાઈ, TPEO શ્રી નીરવભાઈ, ડિઝાસ્ટર DPO શ્રી જયવિરસિંહ રાઉલ, ગાયત્રી પરિવાર, અતુલ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ, આચાર્યશ્રી તેજલબેન, શ્રી સતીશભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી મિતેશકુમાર પટેલની આ પહેલ સમાજસેવા, પર્યાવરણ સંરક્ષણ, શિક્ષણ પ્રોત્સાહન અને આપત્તિ જાગૃતિ માટે પ્રેરણારૂપ બની છે.
