કાલે ‘નો પરચેઝ ડે’ :રાજ્યના 4 હજાર પેટ્રોલપંપના સંચાલકો પેટ્રોલ ડીઝલ નહિ ખરીદે: બપોરે એક કલાક CNG નહીં વેચે કમિશન વધારવા માંગણી : ઓઇલ કંપનીઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા આંદોલન યથાવત :FGPDA ના સેક્રેટરી ધીમંતભાઈ ઘેલાણીની જાહેરાત

અમદાવાદ : પેટ્રોલ પંપ ડિલરોના કમિશન માર્જિનમાં વધારો ના થવાના કારણે ગુજરાતના 4 હજારથી વધારે પેટ્રોલપંપ સંચાલકોએ “નો પરચેઝ આંદોલન” છેડ્યું છે. જે અંતર્ગત દર ગુરુવારે પેટ્રોલ પંપ માલિકો પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે.
રાજ્યભરના પેટ્રોલ પંપ ડિલરોનું કમિશન માર્જિન છેલ્લા 3 વર્ષથી વધારવામાં આવ્યું નથી. આ મામલે સરકારી પેટ્રોલિયમ કંપનીઓનું ધ્યાન દોરવા માટે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. જ્યાં સુધી અમારી માંગણી નહીં સંતોષાય, ત્યાં સુધી અમે “નો પરચેઝ આંદોલન” ચાલુ રાખીશું.કમિશન વધારવા માંગણી કરાઈ છે જેનો ઓઇલ કંપનીઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા આંદોલન યથાવત હોવાની FGPDA ના સેક્રેટરી ધીમંતભાઈ ઘેલાણીએ જાહેરાત કરી છે આ આંદોલન અંતર્ગત આવતીકાલે ગુરુવારે રાજ્યના 4 હજારથી વધારે પેટ્રોલપંપ સંચાલક પેટ્રોલ પંપ માલિકો પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે.અને બપોરે 1 થી 2 વાગ્યા સુધી સીએનજીનું વેચાણ પણ નહી કરે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!