ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના ઇનોવેશન હબ ખાતે ત્રિ દિવસીય ઇનોવેશન ફેસ્ટ- ૨૦૨૪ યોજાયો: ત્રિ-દિવસીય ઇનોવેશન ફેસ્ટિવલની કુલ ૫૦૩૪ લોકોએ મુલાકાત લીધી: સ્પર્ધામાં ૮૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

ગુજરાત એલર્ટ । વલસાડ
ધરમપુર સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર અને વલસાડની સરકારી ઈજનેરી કોલેજના સંયુક્ત ઉપક્રમે બાયર વાપી પ્રા.લી.ના સૌજન્યથી ઇનોવેશન ફેસ્ટ- ૨૦૨૪ -“From Vision to Impact” કાર્યક્રમનો ઉદઘાટન સમારોહ તા.૧૨ ફેબ્રુઆરીના રોજ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના મુખ્ય મહેમાનપદે યોજાયો હતો.

આ પ્રસંગે બાયર કંપનીના ડાયરેક્ટર ગીથા નારાયણન અને મુંબઈ નહેરૂ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ઉમેશકુમાર રૂસ્તગી, ડાયેટના પ્રાચાર્ય મહેન્દ્રભાઇ પટેલ તેમજ યજમાન સંસ્થાના જિલ્લા વિજ્ઞાન અધિકારી એ. વી. જેઠે, એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ ડી. રાઠોડ તેમજ વલસાડ સરકારી ઇજનેરી કોલેજના આચાર્ય ડો.વી. ડી. ધીમન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ત્રિ-દિવસીય ઇનોવેશન ફેસ્ટિવલની કુલ ૫૦૩૪ લોકોએ મુલાકાત લીધી હતી.

ઇનોવેશન ફેસ્ટ ૨૦૨૪ના તા. ૧૨ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન વિવિધ સ્પર્ધાઓ જેવી કે, રોબો રેસ, રોબો સોકર અને ટગ ઓફ બોટઝ, ક્યૂબ ક્રાફ્ટ ક્લેશ, આઇડિયા બોક્સ, કબાડ સે જુગાડ, બ્રિજ બ્રિગેડ, સર્કિટ માસ્ટર, ક્રોસ બો, ઓટો virtuoso, ઇલેક્ટ્રિક બઝ, કોસ્મોસ ક્વિઝ, ઇનોવેશન ફેર, સાયન્સ હન્ટ જેવી ૧૪ શ્રેણીમાં સ્પર્ધાઓ કરવામાં આવી હતી જેમાં ૮૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમ્યાન વિવિધ વિષયો પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરિયાણાના મહેન્દ્રગઢ ખાતેની સરકારી કોલેજના પ્રો. ડૉ. આશિષે The root of innovation: Mathematics વિષય પર સેમિનાર સંબોધ્યો હતો. ડૉ. કીર્તિ પટેલે Intellectual Property Rights વિષય પર સેમિનારમાં માહિતી આપી હતી. વાપીની બાયર કંપનીના ચેતન પટેલે ઇંડસ્ટ્રિયલ સેફ્ટિ, રોડ સેફ્ટિ અને ફાયર સેફ્ટિ વિષય પર સેમિનારમાં માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન વિવિધ શો સાયન્સ ઈસ મેજિક, લિક્વિડ નાઇટ્રોજન શો, એસ્ટ્રો નાઇટ જેવા શો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

તા. ૧૪ ફેબ્રુઆરીએ કાર્યક્રમના સમાપન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી મણિલાલ ભૂસારા, તેમજ અતિથિ વિશેષ તરીકે શરદભાઈ ઠાકર અને વાપી ઇંડસ્ટ્રિયલ એસોસિએશનના માજી અધ્યક્ષ મહેશ પંડયા, બાયર કંપનીના કેયૂર શાહ, મહેતા કેમિકલ્સના પાર્થિવ મેહતા અને ધર્મેન્દ્રસિંહ પરિહાર ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તથા અતિથિ વિશેષ દ્વારા વિવિધ ઇનોવેશન અને ટેક્નોલોજી અંગે પોતાના મંતવ્યો રજૂ કરાયા હતા.

વિજેતાઓને કુલ ૬૫ હજાર રૂપિયાના ઇનામો પ્રમાણપત્ર, ટ્રોફીઓ એનાયત કરાયા હતા. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બંને સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા વિજ્ઞાન અધિકારી અશોક જેઠેના માર્ગદર્શન હેઠળ એજયુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડ, રાહુલ શાહ અને ગાયત્રી બિસ્ટ, મેંટર ઇનોવેશન હબની દેખ-રેખ હેઠળ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં એજ્યુકેશન ટ્રેઈની, શિવાની પટેલ, કૃણાલ ચૌધરી, કિંજલ પટેલ, હેતલ પરમાર, સુરેશ ભોયા અને ક્રિષ્ના સિંહએ ઇવેન્ટ કો-ર્ડીનેટરની ભૂમિકા ભજવી હતી.

સરકારી કોલેજના આચાર્ય ડો. વી ડી ધીમન, SSIP/IIC કો-ર્ડીનેટર ડો.કે.એલ મોકરિયા, ડો. રાજેશ માલન, ડો. ભદ્રેશ સુદાણી, ડો. રાહુલ પ્રજાપતિ અને તેમની ટીમે અને જિલ્લા વિજ્ઞાન કેંદ્રના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!