ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં તાજેતરમાં આવેલા પુરના કારણે અનેક રસ્તાઓ, પુલોને નુકસાન થયું હતું. જિલ્લા કલેકટર શ્રી નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગો દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. વલસાડ ખાતે કૈલાસ રોડ ખેરગામ-વલસાડને જોડતો બ્રીજ પર ખાડાઓ સાથે ક્ષતિગ્રસ્ત થયો હતો.

માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી જતીન પટેલના જણાવ્યા અનુસાર આ બ્રીજના મરામત માટે મશીનરી સાથે ઝડપભેર કામગીરી શરૂ કરવામાં આવી છે. અંદાજીત ૪૦ જેટલા ગામોને વાહનવ્યહાર માટે ઉપયોગી આ બ્રીજ બે દિવસમાં વાહન વ્યહાર માટે પુર્વરત કરવામાં આવશે. જેથી લોકોને વાહનવ્યવહાર માટે સરળતા થશે. જિલ્લામાં અન્ય માર્ગોને પણ રીપેર કરવામાં આવી રહ્યા છે.
