વલસાડ જિલ્લામાં વહીવટી તંત્ર અને ઔદ્યોગિક એકમોના સહયોગ વડે ૯ હજાર રાશન કિટસનું વિતરણ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં તાજેતરમાં આવેલા પુર દરમિયાન ભારે તબાહી થઇ છે. વહીવટી તંત્ર દવારા તમામ અસરગ્રસ્ત જરૂરત મંદોને સહાય મળી રહે તે માટે કામગીરી કરી રહયું છે. જેમાં ઔદ્યોગિક એકમો પણ જોડાયા છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સાથ સહકાર સાથે ૯૦૦૦ હજાર રાશન કિટસ ઔદ્યોગિક એકમો દ્વારા વિતરણ કરવામાં આવી રહી છે. ઔદ્યોગિક એકમો સંવેદના સાથે જોડાયા છે. વલસાડ જિલ્લો કપરી પરિસ્થિતિમાંથી બહાર આવે તેવા પ્રયત્નોમાં તેઓ સહભાગી બન્યા છે.

ખાસ કરીને સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોના જરૂરતમંદ લોકોને કિટસનું વિતરણ કરવામાં આવી રહયું છે. જેમાં ધરમપુર તાલુકામાં આવધા, આસલોણા, આંબાતલાટ, લવકર, વાપી તાલુકામાં લવાછા, રાતા, કોચરવા, ચીબડકચ્છ, ટુકવાડા, નાની તંબાડી, કોપરલી, કોચરવા, વાપી મહાનગરપાલિકા, પારડી નગરપાલિકા, પારડી તાલુકામાં ચીવલ, અરનાલા, પરિયા, પલસાણા, તીઘરા, સોંઢલવાડા, કોલક, કીકરલા, બગવાડા, પરવાસા, નાની તંબાડી, વલસાડ તાલુકામાં કાંજણહરી, પારડી સાંઢપોર, ઉમરગામ તાલુકામાં ખતલવાડા, ભીલાડ, કરમખલ સહિત અનેક ગામોમાં રાશન કિટસનું વિતરણ કરવામાં આવ્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!