ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં પુરના કારણે પારાવાર નુકસાન થયું છે. કલેકટર શ્રી નીતિન સાંગવાન દ્વારા સેવાભાવી સંસ્થાઓને અપીલ કરતાં અનેક સંસ્થાઓ મદદ માટે આગળ આવી છે. જિલ્લાના પુરગ્રસ્ત વિસ્તારોના લોકોની સંવેદના સાથે મદદ કરવામાં આવી રહી છે.

જિલ્લામાં અત્યાર સુધી ૨૩ હજાર થી વધુ ફુડ પેકેટ બનાવીને પહોંચાડવામાં આવ્યા છે. જેમાં સીડીએસ અબ્રામા દ્વારા ૫૦૦, બીએપીએસ સંસ્થા – ૧૬૦૦, અતુલ સંસ્થા દ્વારા ૪૪૭૦, શ્રીમત રાજચંદ્ર સંસ્થા ધરમપુર-૨૩૧૫, સીડીએસ અને ચિરાગ ત્રિવદી ઘડોઇ -૫૦૦, લાયન્સ કલબ ઉમરગામ – ૧૦૦, રીલાયન્સ સુરત – ૫૭૦૦, બાલાજી સંસ્થા- ૧૨૯૦, નાયક ફાઉન્ડેશન- ૨૦૮૫, લાયન્સ કલબ-૧૦૮૫, દાસુભાઇ આશીર્વાદ સેવા ટ્રસ્ટ – ૩૦૦, સાંઇ બાબા સેવા ટ્રસ્ટ – ૧૪૦૦, બીડીસીએ- ૫૦૦, જલારામ સેવા ટ્રસ્ટ- ૬૦૦, વલસાડ પારસી અંજુમન ટ્રસ્ટ- ૧૦૦, ઉમિયા ટ્રસ્ટ – ૫૦૦ ફુડ પેકેટ જરૂરતમંદોને પુરા પાડવામાં આવ્યા હતા.
