SSRD નાં કેસોની સુનાવણી હવે અમદાવાદને બદલે સુરતમાં થશે: પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો સમગ્ર રાજ્યમાં અમલ

ગુજરાત એલર્ટ | સુરત

જમીન સંબંધીના કેસોમાં કલેકટર કચેરીએથી કરાયેલા હુકમની અપીલ એસેસરી કરવામાં આવે છે જે રાજ્યમાં એકમાત્ર અમદાવાદ ખાતે કોર્ટ ચાલતી હોય અરજદારોએ અમદાવાદ સુધી લંબાવું પડે છે પરંતુ હવે અમદાવાદમાં ચાલતા SSRDના કેસ સુરતથી ચલાવવાનું આયોજન છે. હવે પક્ષકારો-વકીલોએ ટુકડાધારા હેઠળના કેસ અને વિવિધ કલમો હેઠળના અપીલ અને રિવિઝન કેસના હુકમો સામે કરાતી અરજીની સુનાવણી અમદાવાદના સ્થાને સુરતમાં જ થશે. આ પાયલટ પ્રોજેક્ટ સફળ થશે તો સમગ્ર રાજ્યમાં અમલ કરાશે.
રાજય સરકારે ફકતને ફકત સુરતમાં પાયલોટ પ્રોજેકટ શરૃ કરીને જમીનને લગતા જે કેસો સ્પેશીયલ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ચાલે છે. તે કેસો માટે હવે વકીલો કે પક્ષકારોએ અમદાવાદ સુધી ધક્કા ખાવા પડશે નહીં. સુરતમાં જ જિલ્લા કલેકટરના બોર્ડ રૂમમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઇન શરૃ થયા હતાં. સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકના જણાવ્યા મુજબ ગાંધીનગર મહેસુલ વિભાગની બેઠક દરમ્યાન મંતવ્યો મંગાવાતા એસ.એસ.આર.ડીના કેસો જિલ્લામાં ચલાવવામાં આવે તો વકીલો અને અરજદારોના ખર્ચામાં ઘટાડો થવાની સાથે સમયની પણ બચત થાય તેમ છે. આ રજુઆત કર્યા બાદ ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા રાજયમાં ફકત સુરત જિલ્લામાં પાયલોટ પ્રોજેકટ શરૃ કરાયો છે. જેમાં જે તે અરજદારોના કેસોની સુનાવણી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુરત જિલ્લા કલેકટરના બોર્ડમાં શરૃ કરાઇ છે. કેસોની ઓનલાઇન સુનાવણીમાં વકીલો અને અરજદારો હાજર રહ્યા હતા. વીડીયો કોન્ફરન્સના માધ્યમથી જ ઓનલાઇન દલીલો કરી હતી. આમ આ પ્રોજેકટના કારણે વકીલોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
આગામી દિવસોમાં અપીલ અને દસ્તાવેજી પુરાવા પણ સુરતમાં જ જમા કરાવવા માટેની વ્યવસ્થા ગોઠવાશે. અમદાવાદ એસ.એસ.આર.ડીમાં ચાલતા કેસો માટે આગામી દિવસોમાં સુરત જિલ્લા કલેકટરમાં જ એક નાયબ મામલતદારની રજિસ્ટ્રાર તરીકે નિમણુંક કરવામાં આવશે. જે તમામ કેસોની અપીલ સ્વીકારશે. અને સાથે જ અપીલ બાદ સુનાવણી માટે જે પુરાવાઓ રજુ કરવાના હોય છે. તે પુરાવા પણ સુરતમાં સ્વીકારવમાં આવશે. અને જે દિવસે સુનાવણી હશે તે દિવસે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી સચિવ માટે પુરાવા હોવાથી સરળતાથી વકીલોની રજુઆત સાંભળી શકશે. આમ ભવિષ્યમાં વીડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ કેસોની સુનાવણી થાય તેવું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થાય તો સરકાર રાજ્યના તમામ જિલ્લાઓમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી કરી શકે છે અથવા તો સુરત, રાજકોટ અને વડોદરા ઝોન વાઇઝ જિલ્લાઓ વહેચી એસએસઆરડીના કેસો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચલાવી શકે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!