ધરમપુરના તિસ્કરી તલાટમાં રક્તદાન કેમ્પ યોજાયો

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભોયપાડા ફળિયામાં અંબાજી ધામ ખાતે નવનિર્માણ પામેલા મંદીરમાં જગત જનની મા અંબાજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સહયોગ ગૃપ- તિસ્કરી તલાટ, પાર્થ ટ્રેડર્સ-વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ- મુંબઈ અને રેઈનબો વોરીયર્સ – ધરમપુરના સહયોગથી “સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

માનવ જીંદગી અમૂલ્ય છે જેને બચાવવા લોહી એક મહત્વનું તત્વ છે, લોહીની આકસ્મિક જરૂર કોઈપણ વ્યક્તિને પડી શકે છે. કારણ કે લોહીનો કોઈ વિકલ્પ નથી. આ વાતને તિસ્કરી તલાટી ગામના ફળિયા તથા આસપાસના ગામના યુવાનોએ સાર્થક કરી ૨૭ યુનિટ બ્લડ એકત્ર કરી મહત્વનું યોગદાન આપ્યું હતું. રક્તદાતાઓને સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા આયોજકોને “પ્રશંસા પ્રમાણપત્ર” એનાયત કરવામાં આવ્યું હતું.

રેઈનબો વોરીયર્સ ધરમપુરના કન્વીનર શંકરભાઈ પટેલે જણાવ્યું કે, જીવન ધન્ય થઈ જાય છે આવા પાવન અભિયાનથી, માણસમાં માનવતા જાગતી રહે છે રક્તદાનથી. કોઈપણ ગામની કોઈપણ વ્યક્તિને જ્યારે પણ લોહીની જરૂરિયાત જણાશે ત્યારે તેમને અવશ્ય પુરૂં પાડવામાં આવશે. આયોજકોએ તમામ રક્તદાતાઓ, ગ્રામજનો, સહયોગી સંસ્થાઓ અને વલસાડ રક્તદાન કેન્દ્રની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!