સુરતમાં ધોરણ 10ની વિદ્યાર્થિની સાથે બંગલામાં રંગરેલીયા માનવતા યુવકને સોસાયટીના રહીશોએ રંગેહાથ ઝડપ્યો : પોલીસ હવાલે કર્યો કિશોરીએ માતા-પિતાનો મોબાઈલ નંબર આપતાં પરિવારને જાણ કરાઈ : પોલીસે હાલ યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

સુરત: શહેરમાં ધોરણ 10ની વિદ્યાર્થિની સાથે યુવક બંગલામાં રંગરેલિયા મનાવતો રંગે હાથે ઝડપી પાડ્યો છે. આ અંગે સોસાયટીના રહીશોએ યુવકને પોલીસના હવાલે કર્યો હતો અને તમામ હકીકત તેના માતા પિતાને કરવામાં આવી હતી. પોલીસે હાલ યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવની મળતી માહિતી મુજબ યુવક બંગલામાં જ સુથારીકામ કરે છે. છેલ્લા કેટલાક સમયથી આ યુવક શાળામાં અભ્યાસ કરતી એક કિશોરીને લઈને અહીંયા આવતો હતો અને કલાકો બાદ તેઓ બન્ને સાથે બહાર નિકળતા હતી. જેથી આ અંગે સોસાયટીઓના રહીશોને શંકા જતા તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ બહાર લાવી સોસાયટીના પ્રમુખને બોલાવી પોલીસને જાણ કરાઈ હતી.કિશોરીને વારંવાર પૂછતાં તેણે કોઈપણ હકીકત જણાવી ન હતી. જોકે યુવક પોલીસ આવતાં જ ગભરાઈ ગયો હતો અને પોતાની ને કિશોરીની ઓળખ આપી માફ કરી દેવા વિનંતી કરતો હતો. જોકે પોલીસ આવી ગયા બાદ કિશોરી પણ તૂટી ગઈ હતી અને માતા-પિતાનો મોબાઈલ નંબર આપતાં પરિવારને જાણ કરાઇ હતી.

Share this post

error: Gujarat Alert Content is protected !!