OMG! સુરતમાં PSI રૂ.10 લાખની લાંચમાં ફસાયા

ગુજરાત એલર્ટ | સુરત
સુરત શહેરમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર રૂ. 10 લાખની લાંચનાં કેસમાં સપડાયા છે. PSI ડી.કે ચોસલાનો વચેટીયો રૂ. 10 લાખની લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

એસીબી સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ફરીયાદીના મિત્ર વિરૂધ્ધ ઉતરાણ પોલીસ સ્ટેશન સુરત શહેર ખાતે જાણવા જોગ એન્ટ્રી નં. ૫૨/૨૦૨૩ થી અરજી દાખલ થઈ હતી. જે તપાસના કામે ફરીયાદીને તા ૧૨/૦૯/૨૦૨૩ ના રોજ પી.એસ.આઇ. ડી.કે.ચોસલાએ ઉતરાણ પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. અને આક્ષેપિત પી.એસ.આઇ. ચોસલાએ દાખલ થયેલી જાણવા જોગના કામે ફરીયાદીનું નિવેદન લઇ એપલ આઇફોન-૧૪ જમા લીધો હતો. ત્યારબાદ ગઇ તા. ૧૯/૦૯/૨૦૨૩ ના રોજ આ કામના સાહેદ પી.એસ.આઇ.ચોસલાને મળવા ઉતરાણ પોલીસ સ્ટેશન ગયાં તે વખતે આક્ષેપિત પી.એસ.આઇ. ચોસલાએ આ તપાસ તેમજ બીજા કોઇ ગુના દાખલ થવામાંથી બચવુ હોય તો રૂ. ૧૦,૦૦,૦૦૦/- આપવા પડશે. તેવી વાત આ કામના ફરીયાદીને ગઇ તા ૨૧/૦૯/૨૦૨૩ નારોજ કરેલી. જેથી આ કામના ફરીયાદીને આક્ષેપિત પી.એસ.આઇ. ડી.કે.ચોસલા ઉતરાણ પોલીસ સ્ટેશન આ લાંચના નાણા આપવા ન હોય, પોતાની ફરીયાદ જાહેર કરતાં તેઓની ફરીયાદ આધારે તા.૨૩/૦૯/૨૦૨૩ ના રોજ લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપી નં-૧ ચોસલાએ ફરીયાદી સાથે મોબાઇલ ફોનથી વાત કરી નિલેશ ભરવાડ અને પિયુષ રોયને લાંચના નાણા લેવા માટે મોકલી આપતા નિલેશ ભરવાડને શંકા જતા તે ભાગી છૂટ્યો હતો. જ્યારે પિયુષ રોય રૂ. ૧૦,૦૦,૦૦૦/- સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઇ ગયો હતો. આ ટ્રેપ એમ.કે. સ્વામી, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. વડોદરા ફીલ્ડએ સફળતાપૂર્વક પાર પાડી હતી.
સુરતના શહેરના ઉતરાણ પોલીસ સ્ટેશનના PSI ડી.કે ચોસલાના સાગરિતો લાંચના છટકામાં ઝડપાતા ચકચાર મચી ગઇ હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!