ખેરગામ નજીક મોગરાવાડી ગામે દારૂ ખાલી કરતી વખતે જ પોલીસની એન્ટ્રી: ૭ વાહનો સાથે ૮ પકડાયાં

ગુજરાત એલર્ટ | ખેરગામ
ખેરગામ તાલુકાના મોગરાવાડી ગામે દમણથી ભરાઈને આવેલા આઇશર ટેમ્પામાંથી દારૂનો જથ્થો જુદા જુદા વાહનોમાં ટ્રાન્સફર કરતી વખતે જ ખેરગામ પોલીસ અને નવસારી ડીવાયએસપીસ સ્કવોડ ત્રાટકતા નાસભાગ મચી ગઈ હતી. જો કે પોલીસે રુ.૨,૫૫,૧૨૦/- ની કિંમતના ૩૩૬૦ બોટલ દારૂના જથ્થા સાથે ૮ બુટલેગર ખેપિયાને ૪ ફોર વ્હીલ કાર, ૨ બાઈક મળી કુલ રૂ.૧૫,૧૮,૭૨૦/- નો મુદામાલ સાથે પકડી લીધા હતાં.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ નવસારી જીલ્લા I/C પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાની સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક નવસારી એસ.કે.રાયની પ્રોહીબીશન સ્કવોડ તથા ખેરગામ પીએસઆઈ જે.વી.ચાવડાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે DySP રાયને બાતમી મળતાં નવસારી પ્રોહીબીશન સ્ક્વોડના અ.હે.કો કિરણસિંહ વિજયસિંહ, આ.પો.કો શક્તિસિંહ મહેન્દ્રસિંહ, આ.પો.કો જયપાલસિંહ બળવંતસિંહ તથા ખેરગામ પો.સ્ટે. અ.હે.કો મોહનભાઇ ભોરૂભાઇ તથા અ.પો.કો મનહરભાઇ બાલુભાઇ તથા અ.પો.કો નરસિંહા શંકરસિંહએ મોગરાવાડી પીપરી ફળીયા સ્મશાનની બાજુમાં રેડ કરતા દમણથી ભરાઈને આવેલા આઇશર ટેમ્પામાંથી દારૂનો જથ્થો જુદા જુદા વાહનોમાં ટ્રાન્સફર કરતાં શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે કુલ-૮ આરોપીઓને તેમના ફોર વ્હીલ વાહનો કુલ-૪ તથા ટુ વ્હીલ વાહનો કુલ-૨ કિ.રુ.૧૨,૪૦,૦૦૦/- માંથી મળેલ ભારતીય બનાવટની વિદેશી દારુની બોટલો નંગ-૩૩૬૦, કિં.રુ.૨,૫૫,૧૨૦/- મોબાઇલ ફોન નંગ-૮ કિ.રુ. ૧૭,૫૦૦/- તા રોકડ રકમ રુપિયા- ૬૧૦૦/- મળી કુલે રુપિયા-૧૫,૧૮,૭૨૦/- નો મુદામાલ ઝડપી પાડયો હતો.

પોલીસે (૧) કેતનભાઇ S/O ઇશ્વરભાઇ ધીરૂભાઇ કો.પટેલ ઉ.વ.૩૮ ધંધો-ટ્રાવેલ્સનો રહે-વાપી ગુંજન રોડ ૧૬/૩૯૪ ગુજરાત હાઉસીંગ બોર્ડ તા.વાપી જી.વલસાડ, (૨) જીતેન્દ્રભાઇ S/૦ ગુલાબરાવ કચરૂભાઇ જાદવ ઉ.વ.૩૧ ધંધો-ડ્રાઇવીંગ હાલ રહે- વાપી ઇશ્વરભાઇની ચાલીમાં ઘર નં-૫૬, બડકમોરા તા.વાપી જી.વલસાડ મૂળ રહે- રોહળા ગામ તા.ચીખલી જી.બુલઢાના થાના-અંધેરા મહારાષ્ટ્ર, (૩) હિરલS/O જયસુખભાઇ દત્તુભાઇ ધો.પટેલ ઉ.વ.ર૬ ધંધો-મજૂરી રહે-સેલવાસ સામરવડલી વડ ફળીયા, તા.જી.સેલવાસ (૪) રોહિતભાઇ ડ/૦ લાડુબેન કરશનભાઇ નાયકા પટેલ ઉ.વ.રર ધંધો-મજુરી રહે-આમધરા ઢેકા ફળીયા તા.ચીખલી જી.નવસારી, (૫) ભુમિનકુમાર S/O લલ્લુભાઇ જેરામભાઇ કો.પટેલ ઉ.વ.ર૬ ધંધો-મજૂરી રહે-આમધરા મોટી કોળીવાડ તા.ચીખલી જી.નવસારી, (૬) અંકિતભાઇ 5/૦ નવીનભાઇ ખુશાલભાઇ ધો.પટેલ ઉ.વ.૨૪ ધંધો-મજૂરી રહે-આમધરા પહાડ ફળીયા તા.ચીખલી જી.નવસારી (૭) વિજયભાઇ S/O દશરથભાઇ આયતાભાઇ ધો.પટેલ ઉ.વ.૩૦ ધંધો-ડ્રાઇવર રહે-મોગરાવાડી પીપળી ફળીયા, તા.ચીખલી જી.નવસારી, (૮) મિલનભાઇ S/૦ દિપકભાઇ રમણભાઇ નાયકા પટેલ ઉ.વ.૨૩ ધંધો-ખેતી રહે-આમધરા ઢેકા ફળીયા તા.ચીખલી જી.નવસારીની ધરપકડ કરી હતી.

ઉપરાંત આઇસર ટેમ્પો રજી નંબર- GJ-15-AV-6621 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-, હ્યુંડાઇ વર્ના કાર રજી. નંબર GJ-21-BC-5402 કિ.રૂ.૩,૦૦,૦૦૦/-, મારૂતિ સુઝુકી અલ્ટો 800 કાર રજી. નંબર GJ-15-CG-6014 કિ.રૂ.૧,૫૦,૦૦૦/-, મારૂતિ સુઝુકી ઇકો કાર રજી. નંબર GJ-15-AV-1435 કિ.રૂ.૨,૫૦,૦૦૦/- (૬) હિરો હોંડા સ્પ્લેન્ડર મો.સા રજી. નંબર GJ-21-H-2395 કિ.રૂ.૨૦,૦૦૦/-, હિરો હોંડા પેસન મો.સા રજી. નંબર GJ-21-F-8084 કિં.રૂ.૨૦,૦૦૦/-, મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ.૧૭,૫૦૦/- તથા રોકડા રૂપિયા-૬,૧૦૦/- મળી કુલ રૂ. ૧૫,૧૮,૭૨૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!