ગુજરાત એલર્ટ | વલસાડ
પારડીની શિવાની પટેલે રજૂ કરેલા મહાશોધ નિબંધને એમએસ યુનિવર્સિટીએ માન્યતા આપતા તેમણે પીએચડીની ડીગ્રી મેળવી સમગ્ર પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યુ છે. “Dielectric Properties of Some Binary Liquid Mixtures” વિષય પર સંશોધન કરી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. તેમણે આ વિષય પરનું સંશોધન કાર્ય પૂર્ણ કરી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. આ સંશોધન કાર્ય એમએસ યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર ડૉ. અવિનાશ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું હતું. શિવાની મયુર પટેલની આ સિદ્ધિથી પરિવારજનો, મિત્રો તેમજ સમાજના આગેવાનોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
તેમણે પોતાની મહેનત અને સતત અભ્યાસના બળ પર આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. મૂળ મોતીવાડા હાલ પારડી દીપકવાડી નિવાસી માતા સુમિત્રાબેન અને પિતા રમણભાઈ પટેલે મયુરીને આ સિધ્ધિ મેળવવા બદલ શુભેચ્છા આપી ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા.
