પોઝીટીવ એટીટયુડ વિષય પર કપરાડા સરકારી કૉલેજમાં ડૉ. આશા ગોહિલનું વક્તવ્ય યોજાયું

ગુજરાત એલર્ટ । કપરાડા
સરકારી વિનયન કોલેજ કપરાડામાં પ્રા. ડૉ. આશા ગોહિલ(મોટાપોંઢા કૉલેજ)નું “પોઝિટિવ એટીટયૂડ ” વિશે વક્તવ્ય યોજાયું.
કપરાડા કૉલેજના આચાર્ય ડૉ. દેવરીના માર્ગદર્શન હેઠળ ઉદિશા /પ્લેસમેન્ટ સેલના કો. ઓર્ડીનેટર પ્રા ડૉ.ભાવેશભાઈ ટંડેલ દ્વારા આયોજિત” પોઝિટિવ એટીટ્યુડ” વિશેના સેમિનારમાં વક્તા આશા ગોહિલે ( મોટાપોંઢા કૉલેજ) વિદ્યાર્થીઓને સાંપ્રત સમયે ઉપયોગી, હિતકર્તા અને ભવિષ્યમાં ઉપકારક વાતો કરી. સમગ્ર સેશન દરમ્યાન રમત રમાડી તથા વિદ્યાર્થીઓને બોલવા માટે મંચ પૂરો પાડી એમનામાં આત્મવિશ્વાસ જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

પોતાના જીવનમાં પોઝિટિવ એટીટ્યુડ અપનાવવા માટે વિદ્યાર્થીઓને પ્રતિબદ્ધ કર્યા. સાંપ્રત સમયે નાનીમોટી આવી પડતી તકલીફો કે સમસ્યાઓની સામે ઝઝૂમવાની જગ્યાએ વિદ્યાર્થી નાસીપાસ થતાં હોય છે આ સમયે “પોઝિટિવ એટીટ્યુડ” જો જીવનમાં અપનાવ્યો હોય તો એ કેવી રીતે મદદરૂપ થઈ શકે એના ઉત્તમ વ્યક્તિઓના ઉદાહરણો તથા ઘટનાઓ દ્વારા સિદ્ધ કરી બતાવ્યું.
પ્રાચીન પરંપરાથી આપણા જીવનમાં દિવસના આરંભે ઇષ્ટદેવનું સ્મરણ, સ્તુતિ, ભજનોથી એક હકારાત્મકતાનું વાતાવરણ કેવું બનતું, ત્યાંથી શરૂ કરી વિવિધ ક્ષેત્રોની વ્યક્તિઓ જીવનમાં નાસીપાસ ન થતાં ઝઝૂમીને સફળતાને કેવી રીતે વરી! વક્તવ્યમાં આ બધી વાતોને વણી લેવામાં આવી.
આચાર્ય દેવરીએ એમના ટૂંકા વક્તવ્યમાં વિદ્યાર્થીઓને પ્રેરિત કરી કાર્યક્રમ સરસ રીતે આયોજિત થયાની ખુશી પ્રગટ કરી. કપરાડા કૉલેજના પ્રોફેસરો દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખૂબ સરસ રીતે થયું.
આ સેમિનારમાં વિદ્યાર્થીઓ સાથે, સ્ટાફ પરિવાર પૂરાં સમય દરમ્યાન ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!