વલસાડ અગ્રવાલ સમાજ દ્વારા શ્રી અગ્રેસન મહારાજની જન્મજયંતી ઉજવાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ અગ્રવાલ સમાજ દ્વારા તા. ૧૫/૧૦/૨૩ ના રોજ રાજા ધિરાજ શ્રી અગ્રેસન મહારાજની જન્મજયંતીની ઉજવણી તથા સમાજને આશીર્વાદ પ્રદાન કરનારામાં મહાલક્ષ્મીનું પૂજન સાથે, સમાજના દરેક કુટુંબ સહ પરિવાર ભાગ લઇ કાર્યક્રમની ઉજવણી કરી હતી. કાર્યક્રમમાં શેક્ષણિક ઉપહાર તથા બાળકો, મહિલાઓ દ્વારા નૃત્ય નાટિકા, પ્રશ્નોન્તરી પ્રતિયોગીતા, ભજન, ગરબા પ્રસ્તુત કરાયા હતા.

આ કાર્યક્રમને સફળ બનવા સમાજના પ્રતિનિધિઓ તથા દરેક પરિવારએ ખુબ મહેનત કરી હતી. અગ્રવાલ સમાજનાં ભાઈઓ બહેનોએ સમગ્ર કાર્યક્રમને આનંદ પૂર્વક માણ્યો હતો. આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા સમાજનાં લોકોએ આયોજકોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!