દિવાળી ટાણે નકલી સાહેબો માર્કેટમાં: સુરતમાં નકલી IPS રોડ પર મેમો ફાડતાં ઝડપાયો: ગાંધીનગરમાં પણ FCI નાં નકલી સાહેબ પકડાયાં

ગુજરાત એલર્ટ | સુરત
ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. ગુજરાતમાં મન ફાવે તેમ લોકો અધિકારીઓ બનીને લોકો સાથે છેતરપીંડી કરી રહ્યા છે. કિરણ પટેલથી શરૂ થયેલો સિલસિલો હજી અટક્યો નથી. તાજેતરમાં જ ગુજરાતમાંથી આખેઆખી નકલી સરકારી કચેરી જ ઝડપાઈ હતી. જે તંત્રની કામગીરી પર મોટા સવાલો પેદા કરે છે. આવુ ક્યા સુધી ચાલતુ રહેશે.
ગુજરાતમાં 24 કલાકના ગાળામાં જ બે નકલી અધિકારીઓ પકડાયા છે. ગાંધીનગરમાંથી નકલી FCI નો ડાયરેક્ટર પકડાયો છે. તો સુરતમાં ડુપ્લીકેટ આઈપીએસ અધિકારી પકડાયો છે. એફસીઆઈ ડાયરેક્ટરની ઓળખ આપતા જમાદાર પુણ્યદેવ રાયની ધરપકડ કરાઈ છે. પુણ્યદેવ રાય ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરીનું વિઝિટિંગ કાર્ડ બતાવી રૉફ જમાવતો હતો. પોલીસ ભવનમાં સિનિયર IPS અધિકારીને વિઝિટિંગ કાર્ડ આપી કાર્યક્રમનું આમંત્રણ આપવા પહોંચ્યો હતો. પરંતું આઈપીએસ અધિકારીને શંકા જતા તેણે તપાસ કરાવી હતી, જેથી આ નકલી અધિકારીનો ભાંડો ફૂટ્યો હતો.
સુરતમાં જે ડુપ્લીકેટ પોલીસ અધિકારી પકડાયો તે ચાર રસ્તા પર વાહનોને પકડી મેમો આપતો હતો. IPS ની વર્દી પહેરી ફરતો હતો. જે અંગેની જાણ સુરત પોલીસને થતા પોલીસે મોહમ્મદ શરમાઝ નામનાં શખ્સની ધરપકડ કરી હતી. એટલું જ નહિ, તેની પાસેથી વોકી ટોકી સહિતના સાધનો કબ્જે કરાયા છે. સુરતના ઉધનાં વિસ્તારમાંથી નકલી IPS અધિકારી ઝડપાતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!