સુપ બનાવવા શેફએ કોબ્રાના ટુકડા કર્યાઃ ૨૦ મિનિટ પછી સાંપે લીધો મોતનો બદલ:કોબ્રા સુપ બનાવવાનું શેફને મોંઘુ પડ્યું : કપાયેલા માથાએ માર્યો ડંખ

બીજીંગ: ચીનમાં પ્રાણીઓને આરોગવાએ સામાન્ય બાબત છે. અનેક વાર, સાપ, કૂતરા, પક્ષી, વંદા, કરોળિયા જેવા વિચિત્ર પ્રાણીઓ અને જીવજંતુની લિજ્જત ઉડાવતા જોવા મળે છે અને આજ કારણે ચમચાડિયા ખાવાની કારણે, કદાચ દુનિયાભરમાં કોરોના મહામારી ફેલાઈ હોવાની આશંકા ફેલાઈ છે. પરંતુ, એક મૃત સાપના કારણે મૃત્યુ થયું હોવાનો આશ્યર્યજનક કેસ દક્ષિણ ચીનમાં જોવા મળ્યો છે.મળતી માહિતી મુજબ, અહીંના એક રેસ્ટોરન્ટમાં શેફ દ્વારા સાપને મારીને સૂપ તૈયાર કરવામાં આવ્યો હતો અને સાપનો સૂપ પીવો ચીનમાં સામાન્ય બાબત છે. આ સૂપ તૈયાર કર્યાના ૨૦ મિનિટ બાદ, જયારે આ શેફ પહેલાથી કાપેલું માથું ડસ્ટબીનમાં નાખવા ગયો તે સમયે સાપે તેને ડંખ માર્યો હતો અને તેના કારણે આ શેફનું મૃત્યુ નીપજયું હતું. આ દ્યટનાના કારણે રેસ્ટોરન્ટમાં બૂમાબૂમ થઈ ગઈ હતી અને મેડિકલ ટીમને બોલાવવામાં આવી હતી અને તેમણે પણ આ શેફને મૃત જાહેર કર્યો હતો.આ વિચિત્ર લગતી ઘટનાથી લોકો અચંબામાં પડી ગયા હતા અને વિચાર કરતા હતા કે, મૃત સાપ ડંખ કેવી રીતે મારી શકે. એકસપર્ટના મત મુજબ, મૃત સાપ અને તેના જેવા ઝેરીલા જીવજંતુના મૃત્યુ પછી પણ લગભગ ૩૦ મિનિટ સુધી તેમનામાં જીવ હોય છે અને તેમનો ઝેરીલો ડંખ માણસને મારી શકે છે અથવા પેરાલીસીસ ની પરિસ્થિતિમાં પહોંચાડી શકે છે અને આ કારણથી જ, ખૂબ જ સતર્કતા દાખવવી જરૂરી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!