સસ્તું તેલ લેનારા ચેતે! વલસાડમાં ચાલતાં ડુપ્લીકેટ તેલનાં કારોબાર પર રેડ: ડુપ્લીકેટ તેલ બનાવવાનાં માલ મટીરીયલ સાથે 56 ડબ્બા પકડાયાં

ગુજરાત એલર્ટ । વલસાડ
તિરૂપતિ તેલ કંપનીના મેનેજરે વલસાડ ફૂડ વિભાગ અને પોલીસ વલસાડ સીટી પોલીસની ટીમને સાથે રાખી વલસાડ શાકભાજી માર્કેટમાં આવેલા પૂનમ ટી ડેપોની દુકાન અને ગોડાઉનમાં પોલીસે છાપો મારતા 170 અલગ અલગ કંપનીના ડબ્બા તેલમાંથી તિરૂપતિના 40 ડુપ્લીકેટ  તિરૂપતિ તેલના ડબ્બા મળી આવ્યા હતા.

જ્યારે શાકભાજી માર્કેટમાં આવેલા અન્ય દુકાનોમાં ઘનશ્યામ જનરલ સ્ટોર, ગીતા પ્રોવિઝન સ્ટોર, માધવ પ્રોવિઝન સ્ટોર, શ્યામ જનરલ સ્ટોરમાં છાપો મારતા તિરૂપતિ કંપનીના અલગ અલગ કંપનીના ત્રણ લાખથી વધુના તેલનો જથ્થો જપ્ત કરી 5 આરોપી સામે પોલીસે તજવીજ હાથ ધરતા ચકચાર મચી જવા પામી છે.

વલસાડ શહેરની કેટલીક દુકાનોમાં ડુપ્લીકેટ તેલ વેચાતું હોવાની મળેલી માહિતી આધારે તિરૂપતિ તેલ મેનેજરએ આજરોજ વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ વલસાડ સીટી પોલીસની ટીમ સાથે રાખી વલસાડ શાકભાજી માર્કેટમાં આવેલી પૂનમ ટી ડેપો નામની એજન્સી ખીમજી ભાનુશાલી (રહે. નીલકંઠ રેસિડેન્સી, તિથલ રોડ, વલસાડ)ની દુકાનમાં અને શાકભાજી માર્કેટમાં આવેલ ગોડાઉનમાં છાપો મારતા 150 તિરુપતિ તેલના ડબ્બા મળી આવ્યા હતા. જો કે ફૂડ વિભાગનું ટીમે તપાસ કરતા તિરુપતિના 40 ડબ્બા ડુપ્લીકેટ તેલ મળી આવ્યું હતું.  જે બાદ પોલીસ અને ફૂડ વિભાગની ટીમે  લક્ષ્મી પ્રોવિઝન સ્ટોર માલિક અરવિંદભાઈ, માધવ સ્ટોર્સ નામની દુકાન ધરાવતા અશોકભાઈ, ગીતા સ્ટોર્સ ધરાવતા શંકરભાઈ, ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર ભીખુભાઈને ત્યાં છાપો મારતા  પોલીસે 20 જેટલા ડુપ્લીકેટ તેલના ડબ્બા મળી આવ્યા હતા. આ વેપારીઓ અભણ ગરીબ કે અન્ય લોકોને વજન તેમજ રૂપિયામાં ગોલમાલ કરતાં હોવાની ચર્ચા ઉઠી હતી. પોલીસની ટીમે છાપો મારતા ખાલી તેલના ડબ્બા, પંચિંગ મશીન, સ્ટીકર, ઢાંકણ મળી કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી 5 આરોપી સામે  કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસે તજવીજ હાથ ધરતા ચકચાર મચી ગઇ છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!