પારડીના ઓરવાડથી બજારમાં કપડાં લેવા નીકળેલી ૨૪ વર્ષીય પરિણીતા ગુમ

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડ મોરા ફળિયા, ગુજરાતી સ્કૂલની પાછળ રહેતા ૨૪ વર્ષીય રવિનાબેન પરેશભાઈ હળપતિ તા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ રાત્રે ૦૮-૦૦ વાગ્યા પહેલા પોતાના ઘરેથી ‘ઓરવાડ બજારમાં કપડાંની ખરીદી કરવા જાઉં છું’ એમ કહી કશે જતા રહ્યા હતા.તેમની શોધખોળ કરવા છતાં તેમનો પત્તો લાગ્યો ન હતો. ગુમ થનાર રવિના મધ્યમ બાંધો, ગૌરવર્ણ અને આશરે ૫ ફૂટ ઉંચાઈ ધરાવે છે. તેમણે કાળા કલરનો ડ્રેસ, સફેદ દુપટ્ટો, કાળા કલરનું સ્વેટર અને ચપ્પલ પહેરેલા હતા. તેમના જમણાં હાથ ઉપર અંગ્રેજીમાં PARESH લખેલાનું છુંદણું છે. તેઓ ગુજરાતી ભાષા જાણે છે. જો કોઇને આ યુવતીની ભાળ મળે તો પારડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!