વાપી મામાના ઘરે રહેતી મૂળ યુપીની ૨૪ વર્ષીય યુવતી ગુમ

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના વાપીના ગોદાલનગર રોયલ બિલ્ડિંગના ફ્લેટ નં-૧૧ ખાતે રહેતા (મૂળ રહે. ગામ લાલગંજઅજારા, થાના-કુંડા, જિલ્લા-પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ) ૨૪ વર્ષીય આફરીનબાનુ સગીર ખાન તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યે પોતાના મામાના ઘર ગોદાલનગર રોયલ બિલ્ડિંગના ફ્લેટ નં-૧૧ ખાતેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કશે જતા રહ્યા હતા.તેમની શોધખોળ કરવા છતાં તેમનો પત્તો લાગ્યો ન હતો. ગુમ થનાર આફરીન પાતળો બાંધો, ગૌરવર્ણ અને આશરે ૫ ફૂટ ઉંચાઈ ધરાવે છે. તેમણે કાળા કલરનો બુરખો અને સફેદ કલરની મોજડી પહેરેલી હતી. તેઓ હિન્દી ભાષા જાણે છે. જો કોઇને આ યુવતીની ભાળ મળે તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!