ઉમરગામથી ૧૮ વર્ષીય યુવતી ગુમ

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નગામના ગુનગુનપાડા ફળિયા ખાતે રહેતા ૧૮ વર્ષીય સરસ્વતીબેન તુલશીદાસ ગરૂડા તા. ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ રાત્રે ૧૦-૦૦ વાગ્યાથી તા. ૧૨ ફેબ્રુઆરી ના રોજ સવારે ૫-૦૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કશે જતા રહ્યા હતા. તેમની શોધખોળ કરવા છતાં તેમનો પત્તો લાગ્યો ન હતો. ગુમ થનાર સરસ્વતી મધ્યમ બાંધો, ઘઉંવર્ણ અને આશરે ૫ ફૂટ ૨ ઇંચ ઉંચાઈ ધરાવે છે. તેમણે બ્લ્યુ કલરનો લાઈનીંગ વાળો પંજાબી ડ્રેસ પહેરેલો હતો. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. જો કોઇને આ યુવતીની ભાળ મળે તો ઉમરગામ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!