કુસુમ વિદ્યાલયમાં નવરાત્રિ વર્ષ – ૨૦૨૩ ની ઉજવણી

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ સ્થિત ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની પ્રાથમિક અને માધ્યમિક શાળા કુસુમ વિદ્યાલય, બાળકના સર્વાંગી વિકાસ ની કેડી કંડારવા સતત પ્રયત્નશીલ છે. કુસુમ વિદ્યાલય માં બિનસાંપ્રદાયિક રીતે દરેક વાર – તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ નવરત્રિના તહેવાર નિમિત્તે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકમિત્રોએ સાથે મળી નવરાત્રિની ઉજવણી કરી હતી. પ્રારંભમાં આરતી અને ગરબાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સુંદર ટ્રેડીશનલ ડ્રેસોમાં સજ્જ થઇને આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ તાલીઓના તાલે ગરબે ઝુમ્યા હતા.

વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખુબ આનંદ અને ઉલ્લાસથી ગરબાની રંગત માણી હતી. નવરાત્રિ વિષે વિગતે સમાજ આપવામાં આવી હતી. સવિશેષ શાળાપરિવાર દ્વારા સમૂહ માં કરેલ આરતી અને વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા ગવાયેલ ગરબાઓએ સારુ આકર્ષણ જમાવ્યું હતું અને બાળકોના રંગબેરંગી પારંપરિક પોશાકોએ વાતાવરણ ને રંગીન બનાવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!