ગુજરાત એલર્ટ | વલસાડ
બલસાર ડિસ્ટ્રીક્ટ બેડમિન્ટન એસોસિએશન અને અતુલ ક્લબના સંયુક્ત ઉપક્રમે ‘‘યોનેક્સ સનરાઈઝ ઓપન ગુજરાત – મેજોર રેન્કિંગ બેડમિન્ટન ટુર્નામેન્ટ અન્ડર – ૧૯ બોયઝ એન્ડ ગર્લ્સ -૨૦૨૬’’ની ફાઈનલ મેચ તા. ૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ અતુલ ક્લબ ખાતે રમાઈ હતી.
જેમાં મીક્ષ ડબલ્સમાં સાનિધ્ય અગ્રવાલ – આરલ પટેલ, બોયઝ ડબલ્સમાં પાર્થ ઝાલાવાડીયા – રોહન સોલંકી, ગર્લ્સ ડબલ્સમાં આર્ચી ઘેટીયા – સ્વરા રાય ગાંધી, બોયઝ સિંગલ્સમાં સાનિધ્ય અગ્રવાલ અને ગર્લ્સ સિંગલ્સમાં કાવ્યા મારવાનીયા ચેમ્પિયન બન્યા હતા. ફાઈનલ મેચના અંતે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખશ્રી એસ.એ.રાવલ અને બલસાર બેડમિન્ટ એસોસિએશનના પ્રમુખશ્રી અર્ચનાબેન, શ્રી નિમિષ વશી, શ્રી ધર્મિન દેસાઈ, શ્રી વિરેન દેસાઈ, શ્રી અક્ષય રાણા અને શ્રી અજય શુક્લાએ હાજર રહી પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. અતુલ ક્બલના ટ્રસ્ટી શ્રી વિવેક ગદરેએ સૌને શુભેચ્છા પાઠવી હતી.
સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા બલસાર ડિસ્ટ્રીક્ટ બેડમિન્ટન એસોસિએશનના આયોજક શ્રી વિવેક દેસાઈ અને અતુલ ક્લબના શ્રી શ્રેયશભાઈએ સુંદર આયોજન કરી સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવી. મેચ રેફ્રી તરીકે શ્રી થેમસ પી. સુરતી અને ડે. રેફ્રી સાથે અમ્પાયરની ટીમે સેવા આપી હતી.
