ગુજરાત એલર્ટ | ખેરગામ
ખેરગામ નજીક આવેલા રૂમલા ગામમાં ડૉ. તન્વી કેયુર પટેલના નવા દંત સારવાર કેન્દ્ર “મિહિશ્રી ડેન્ટલ કેર”નું ઉદ્ઘાટન વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિવારજનો, આગેવાનો અને ડૉક્ટરો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ડૉ. તન્વી પટેલના સસરા ડૉ. છીતુભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી આછવણી ખાતે જનરલ ક્લિનિક સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. તેમણે રૂમલા સહિત આસપાસના વિસ્તારોના હજારો દર્દીઓને ગુણવત્તાસભર સારવાર આપી લોકોનો વિશ્વાસ જીત્યો છે.

હવે ‘મિહિશ્રી ડેન્ટલ કેર’ના પ્રારંભથી રૂમલા અને આસપાસના ગામોના લોકોને આધુનિક દંત સારવાર, નિયમિત ચેકઅપ અને વિવિધ ડેન્ટલ સુવિધાઓ પોતાના વિસ્તારની નજીક જ ઉપલબ્ધ બનશે. સ્થાનિકોમાં પણ નવા ક્લિનિકને લઈને આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
