ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણીરૂપે અતુલ લિમિટેડ દ્વારા જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરાયું

ગુજરાત એલર્ટ | વલસાડ
અતુલ લિમિટેડ, અતુલ દ્વારા ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ફાયર સેવામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી.
ફાયર સર્વિસ સપ્તાહ દરમિયાન કંપનીના કર્મચારીઓ માટે વિવિધ સ્પર્ધાઓ જેવીકે ઑનલાઇન ક્વિઝ સ્પર્ધા, સ્કાબા સ્પર્ધા તેમજ ફાયર હાઇડ્રન્ટ ડ્રિલ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૭૮૨ કર્મચારીઓએ ભાગ લીધો હતો, જેમા ૭૦ જેટલી મહિલા કર્મચારીઓેએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ ઉપરાંત અતુલ વિદ્યામંદિર ખાતે ફાયર સેફ્ટી તાલીમ કાર્યક્રમનુ આયોજન કરાયુ. જેમાં ૧૨૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન આગથી બચાવ, સલામતી તેમજ અગ્નિસલામતી વિષયક જાગૃતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
વધુમાં, વલસાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (વિમ્સ) હોસ્પિટલ ખાતે મૉક ડ્રિલ યોજવામાં આવી જેના દ્વારા આપાતકાલીન પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તમામ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ અગ્નિસલામતી અંગે જનજાગૃતિ વધારવાનો તથા આપાતકાલીન પરિસ્થિતિમાં યોગ્ય તૈયારી અને સજ્જતા સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!